તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતો-મહંતોથી લઇ ઉદ્યોગપતિ સુધીના 1301 દાતાઓ રકતદાન કરી પૂ.નારાયણપ્રિયદાસજીને આપી અંજલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર : સતત પાંચમા વર્ષે સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર, ભાવનગરમાં અ.નિ.પ.પૂ. ગુરુવર્ય નારાયણપ્રિયદાસજીની જન્મજયંતી નિમિત્તે મહારક્તદાનની ભવ્ય ઉજવણી થઇ હતી. અને 1301 બોટલ રકત એકત્ર ગયા વર્ષનો રેકોર્ડ તોડયો હતો. એવું કહેવાય છે કે સેવા કરે તે સંત. આ સૂકિતને ખરા અર્થમાં સાકાર કરવા શ્રી કે.પી.સ્વામીજીની પ્રેરણાથી શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, સંતો, પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, રિક્ષાચાલકો, બસ ડ્રાઈવરો વગેરે સ્વૈચ્છિક રીતે આ ભગીરથ કાર્યમાં ઉત્સાહથી જોડાયા હતા. તન મન અને ધન ની સેવા કરવી તેમાંનું પ્રથમ એટલે શરીર. એમાં મને જે મૂલ્યવાન લોહી મળ્યું છે તે હું બીજાને અર્થે દાન કરીશ એ જ મારી સમાજ સેવા છે. અને આ સમાજ ઉપયોગી કાર્ય માટે માત્ર ભાવનગર જ નહીં પરંતુ રાજકોટ, જામનગર, વડોદરા, ભરૂચ જેવા શહરોમાંથી પણ આ વરસતા વરસાદમાં ઉત્સાહથી લોકો જોડાયા હતા. એ જોઈને એવું લાગતું હતું કે જાણે અ.નિ.પ.પૂ. સ્વામીજીના અનરાધાર આશીર્વાદ વરસતા હતા. હું મહાન છું એ મહત્વનું નથી, પરંતુ મહાન કાર્યો કરવા માટે મારા પ્રયત્નો મહાન હોવા જોઈએ એ પ્રયત્નોમાં સ્વામીએ મંત્ર આપ્યો હતો Donate Red Spread Green Save Blue એ અંતર્ગત માનનીય વડાપ્રધાનનું સૂત્ર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વામીજીએ પર્યાવરણને હરિયાળું બનાવવા અને પાણીની બચત માટેના સૂત્ર દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે ના પ્રયત્નનો પ્રારંભ કર્યા છે. સ્વામિનારાયણ ગુરુકુળ સરદાનગરમા સંસ્થાનો લોગો DONATE RED અંતર્ગત અ. નિ.પ.પુ. સદગુરુ શ્રીનારાયણપ્રિયદાસજીની પુણ્યસ્મૃતિ અંતર્ગત મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન થયેલ હતું. તેમાં નહીં નાત-જાત કે ધર્મના ભેદ વિના આ કાર્યમાં આહુતિ અર્પિ સર્વે સમુદાયના વાલીઓ મહારક્તદાન કેમ્પમાં ખરા અર્થમાં રક્તદાન મહીયતે સુત્રને સાર્થક કર્યું. આ રક્તદાન કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ, સરદારનગર કેમ્પસ અને ગુરુકુળની વિવિધ શાખાઓમાં કુલ મળી 1301 બોટલ રક્ત રક્તદાતાએ રક્તદાન કરી સમાજને એક ઉમદા રાહ ચીંધી. જે સમાજ અને સેવા માટે એક પ્રેરણાદાયી ઉમદા કાર્યની પહેલ છે. આ ઉમદા કાર્ય ગુરુકુળ પરિવાર સતત કરતું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...