શિક્ષણના બજેટમાં 13 કરોડનો ઘટાડો, રૂા.112 કરોડના બજેટને મંજૂરી અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી 25મીએ બજેટ બેઠક મળશે અને તેમાં 112.88 કરોડના અંદાજપત્રને મંજૂરીની મહોર મારવામાં આવશે. ગત વર્ષના બજેટ કરતા આ વર્ષે 13 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે. જોકે, બજેટમાં બાળકો કે શિક્ષણના વિકાસની કોઈ ઉલ્લેખનીય જોગવાઈ કરાઈ નથી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દર વર્ષે કરોડો રૂપિયાના બજેટ મંજુર કરે છે પરંતુ અંતે તો શિક્ષણ સમિતિને કોર્પોરેશન પાસે જ હાથે પગે લાગવું પડે છે. જેથી શિક્ષણ સમિતિના બજેટમાં કરેલી જોગવાઈઓ પણ સત્તા વગરનું ડહાપણ છે. આગામી 25મીએ મળનારી શિક્ષણ સમિતિની સાધારણ સભામાં વર્ષ 2020-21નું રૂપિયા 112.88 કરોડના અંદાજપત્રને મંજુર કરવામાં આવશે. ગત વર્ષે રૂપિયા 125.24 કરોડના બજેટને મંજૂર કરાયું હતું. પરંતુ આખું વર્ષ ગયું છતાં બજેટમાં કરેલી જોગવાઈઓ મુજબ શિક્ષણ સમિતિ કામ કરી શકી નહીં. આ વર્ષે પણ વર્ષોથી કરાતી સીસીટીવી કેમેરા સહિતની જોગવાઈઓ કરી છે. શાળાના સંકુલ સફાઈના ખર્ચમાં વધારો કરાશે. 112 કરોડના બજેટમાં શિક્ષકોના પગાર ખર્ચ સિવાય ખાસ કઈ નથી. જોકે, બજેટમાં કરાતી જોગવાઈઓ પણ વર્ષ પૂરું થવા છતાં બજેટના પાનામાં અકબંધ રહે છે.

{ કોર્પોરેશનને સત્તાના હાથ કાપેલી શિક્ષણ સમિતિનું બજેટ શુષ્ક રહેશે
અન્ય સમાચારો પણ છે...