તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

12,988 પ્રા.શાળાઓના શિક્ષકો- છાત્રોને જોડી શૈક્ષણિક પ્રવૃતિ થશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર ¿ભાવનગર | 12 નવેમ્બર

ખાનગી પ્રાથમિક શાળાઓ સામે શૈક્ષણિક ગુણવત્તામાં સરકારી પ્રાથમિક શાળાઓ ટક્કર લઇ શકે તે હેતુથી થોડા સમયથી ગુજરાતમાં સરકારી શાળાઓમાં વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યાં છે જેમાં વધુ એક નવતર પ્રયોગ રૂપે હવે રાજ્યની 12,988 સરકારી ઉચ્ચત્તર પ્રાથમિક શાળાઓમાં ટ્વીનીંગ પાર્ટનરશીપ અેન્ડ ટીચર એક્સચેન્જ કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે જે અંતર્ગત એકબીજી શાળા જોડાશે અને આ શાળાઓ શૈક્ષણિક અને સહઅભ્યાસક પ્રવૃતિઓનું આદાન-પ્રદાન કરશે જેથી ક્ષમતા વિકાસ તેમજ એકમેકની શક્તિને ઓળખી સંકલન થકી પ્રગતિ થશે.

રાજ્યભરની શાળાઓમાં શ્રેષ્ઠ અને નાવીન્યપૂર્ણ પ્રવૃતિઓનું આદાન-પ્રદાન થાય, રમત-ગમત પ્રવૃતિઓનું આવી શાળા વચ્ચે સ્પર્ધાત્મક આયોજન થાય, લાઇબ્રેરી, ગણિત-વિજ્ઞાન લેબોરેટરીને લગતી પ્રવૃતિઓનું પણ આદન-પ્રદાન થાય, ક્વીઝ, ડીબેટ થાય તેમજ શિક્ષણની ટેકનોલોજીની જાણકારી વધે તે હેતુથી આ આયોજન ઘડાયું છે. જેમાં ધો.6થી ધો.8ની સરકારી શાળાઓનો સમાવેશ કરાશે.

પસંદ થયેલી શાળામાં પસંદ થયેલી શાળાઓની બે બે શાળામાં જોડી બનાવી જોડવામાં આવશે. તેમાં આ ટ્વીનીંગ પાર્ટનરશીપ એન્ડ ટીચર એક્સચેન્જ કાર્યક્રમ અમલી કરાશે. પસંદગીની શાળાની માહિતી આ માસના અંત સુધીમાં જિલ્લા કક્ષાએ મોકલી આપવાની રહેશે.

ભાવનગરની 400 શાળાનો સમાવેશ થશે
આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લાની ધો.6થી ધો.8ની 400 સરકારી પ્રાથમિક શાળાનો સમાવેશ કરવામાં આવશે અને એક શાળા દીઠ 100 વિદ્યાર્થી ગણીએ તો કુલ 40 હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે. પ્રત્યેક વિદ્યાર્થી દીઠ રૂા.100 લેખે કુલ રૂા.40 લાખ ગ્રાન્ટના ફાળવાશે.

અન્ય સમાચારો પણ છે...