તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1.16 લાખ બાળકોને પોલીયો રસીકરણમાં આવરી લેવાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર શહેરમાં તમામ 13 વોર્ડમાં તા.19 જાન્યુઆરીને રવિવારે નવજાત શિશુથી લઇને પાંચ વર્ષની વય સુધીના બાળકોને પલ્સ પોલીયો વિરોધી રસીકરણમાં આવરી લેવામાં આવશે. કુલ 30 ટ્રાન્સીટ ટીમ, કુલ 62 મોબાઇલ ટીમ અને 439 બુથમાં 1692 સભ્યો, 91 સુપરવાઇઝર તેમજ 449 ટીમ ઘરે ઘરે ફરનારી ટીમ મળીને રસીકરણમાં કુલ 1.16 લાખ બાળકોને આવરી લેશે.

તા.19ને રવિવારે જે તે વિસ્તારમાં 5 વર્ષ સુધીના બાળકોને રસીકરણમાં આવરી લેવા મેયર મનભા મોરી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ વિ.એ અનુરોધ કર્યો છે. સવારના 8થી સાંજ સુધી આ કામગીરી થશે. આંગણવાડી કેન્દ્રો, હેલ્થ સેન્ટર, સર ટી. હોસ્પિટલ, આનંદવાટિકા હોસ્પિટલ, રેડક્રોસ દવાખાના, અપંગ પરિવાર કેન્દ્ર, રોટરી હોલ, બજરંગદાસ હોસ્પિટલ, રામ મંત્ર હોસ્પિટલ, શાંતિલાલ શાહ હોસ્પિટલ, વિવિધ બાળ ડોકટરોના દવાખાના સહિતના કેન્દ્રો ખાતે રસીકરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો