ટ્રેક્ટર અને બાઈક અથડાતાં પુત્રની સામે માતાનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

ભાવનગર: વાવડી ગામે રહેતા માતા-પુત્ર પોતાની મોટરસાયકલ ઉપર વાવડી અને માંડવધાર રોડ ઉપર થી પસાર થતા હતા તે વખતે ટ્રેકટરચાલકે બાઈકને અડફેટે લેતા પુત્રની નજર સામે માતાનું ઘટનાસ્થળે જ મોત મોત નીપજ્યું હતું.


બનાવ અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગઢડા તાલુકાના વાવડી ગામે રહેતા જીતુ બેન હેમાભાઇ (ઉં.વ.50) તેના પુત્ર વિપુલ ભાઈ સાથે મોટર સાયકલ પર કામ સબબ માંડવધાર તરફ જવા નીકળ્યાં હતાં તે વખતે મંડળ રોડ પર સામેથી પૂરઝડપે આવી રહેલા ટ્રેકટરના ચાલકે બાઈકને અડફેટે લેતા જીતુબેનનું ઘટનાસ્થળે જ પુત્રની નજર સામે મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર રીતે ઘવાયેલા વિપુલભાઈને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

આ બનાવ અંગે મૃતકના ભાઈ ધીરૂભાઈ જીવણભાઈએ ગઢડા પોલીસ મથકમાં ટ્રેકટરચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાના એવા વાવડી ગામે આ ઘટના બનતા અને પુત્રની નજર સામે જ માતાનુ મોત નિપજતા અને પુત્રની હાલત પણ ગંભીર હોય ભોગ બનનારના પરિવારજનોમાં તેમજ ગામમાં અને સમાજમાં અરેરાટી સાથે શોકનુ મોજુ ફરી વળ્યુ છે. પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. 

અન્ય સમાચારો પણ છે...