નર્મદા કેનાલમાંથી પાણી આપવા પ્રશ્ને કોંગી ધારાસભ્ય પ્રવિણ મારુની આત્મવિલોપની ચિમકી

ગઢડા, ઉમરાળા, વલભીપુર તા.નાં ગામોમાં નર્મદાનું પાણી આપવા માંગ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:37 AM
ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ
ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ

ભાવનગર: ભાવનગર જિલ્લા સહિત ગઢડા પંથકમાં અપુરતા વરસાદના મોલસુકાઈ રહ્યાં છે. જેથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ત્યારે આ સ્થિતિમાં નર્મદાનું પાણી કેનાલ મારફતે આપવામાં આવે તો ખેડૂતોનું નુકશાનીમાંથી બચી શકે આ અંગે ધારાસભ્યે તાકીદે નર્મદા-કેનાલ, વસ્તડી કેનાલમાંથી પાણી છોડવા માંગ કરી છે.


હાલમાં વરસાદની કમી છે અને ખેડૂતોનો મોલ સુકાઈ છે માટે નર્મદા કેનાલનું પાણી આપવું જરૂરી છે. રાણપુરથી નીંગાળાથી વલભીપુર તાલુકાના ગામના છેવાડાનાં ગામ સુધી પાણી ન મળવાની ફરીયાદ છે જેથી દિવસ બેમાં ગઢડા, ઉમરાળા અને વલભીપુર તાલુકાના નર્મદા કેનાલના વિસ્તારમાં સમાવેશ ગામોમાં નર્મદા કેનાલમાં પાણી મળી જાય તે બાબતે તાકીદે કાર્યવાહી કરવા અને બે દિવસમાં કોઈ પગલા નહીં ભરાય તો આત્મવિલોપન કરવાની ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂએ તંત્રને ચિમકી આપી છે.


આ અંગે ગઢડાના વિધાનસભ્ય પ્રવિણભાઇ મારૂએ જણાવ્યું હતુ કે આ સંજોગમાં માલધારીઓ અને માલ ઢોરના પ્રશ્નોને અગ્રતા આપવી પડે તેમ હોય નર્મદાની કેનાલમાંથી ખેડૂતો અને માલધારીઓને ગંભીર કટોકટીનો સામનો કરવો પડે તેમ છે. આ સંજોગોમાં બે દિવસમાં નર્મદાના પાણી પ્રશ્ને ગઢડા, ઉમરાળા અને વલ્લભીપુરના નર્મદાના કેનાલના વિસ્તારોમાં નર્મદાનું પાણી પ્રશ્ને કોઇ પગલા નહીં લેવાય તો પ્રવિણ મારૂએ આત્મ વિલોપનની ચીમકી આપી છે.


પાણી પ્રશ્ને માલધારીઓને હિઝરત કરવી પડે તેવી સ્થિતિ


આ વર્ષે જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી આથી ગઢડા તાલુકાના જળાશયોમાં નોંધપાત્ર પાણીનો સંગ્રહ થયો નથી. આ સંજોગોમાં હવે જો વરસાદ નહીં વરસે તો આગામી મહિનાઓમાં સ્થાનિક માલધારીઓને હિજરત કરવી પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે. નદી અને તળાવો ખાલી છે જેથી ખેડૂતોને પાકથી લઇને માલઢોરના પ્રશ્નો પણ આગામી દિવસોમાં ગંભીર બની શકે તેમ છે.

X
ધારાસભ્ય પ્રવિણભાઈ મારૂધારાસભ્ય પ્રવિણભાઈ મારૂ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App