હજારો ભાવીકો ખજુર ખાય પણ એક ઠળીયો જોવા ન મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગારિયાધાર: ગારિયાધારના વિરડી ગામે હજારો ભાવિક ખજુર ખાય છતાં ઠળીયો જોવા ન મળે. ગારિયાધારના વિરડી ગામે આસ્થાના પ્રતિક જગતપીર બાપાની જગ્યાનુ અનોખુ મહત્વ છે. 
ગારિયાધારના વિરડી ગામે હિન્દુ મુસ્લીમ સમાજ માટે આસ્થાના પ્રતિક રૂપ જગતબાપાની જગ્યાનો અનેરો મહીમા છે. ધુળેટીના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ બાપાની જગ્યાએ માનતા લઇને આવે છે. ગારીયાધારના વીરડી ગામની વાડીમાં હિન્દુ અને મુસ્લીમ સમાજના આસ્થા પ્રતીક જગતપીર બાપાની જગ્યા આવેલી છે.

 

અહીં ધુળેટી તહેવારના દિવસે હજારો હિન્દુ મુસ્લીમ ભાવિકો માનતાઓ લઇને આવે છે. અને ખજુર દાદાને ચડાવે છે. અહીં હજારો ભાવિકો પ્રસાદના રૂપમાં ખજુર આરોગે છે તેમ છતાં અહીં બીજા દિવસે વાડીમાં આવીને જુઓ તો આસપાસમાં કયાંય ખજુરનો એક ઠળીયો જોવા મળતો નથી કે આસપાસ કયાંય ખજુરી ઉગી નીકળી હોય તેવી ઘટના બની નથી. 


વિરડી ગામના ખીમજીભાઇ ગીગાભાઇના જણાવ્યા મુજબ જગતપીર દાદાની જગ્યા આવેલી છે જગતપીર દાદાની જગ્યા પર કોઇ સાધુ સંત કે ફકીર રાતવાસો કરી શકતુ નથી. ધુળેટીના પર્વ દરમિયાન લોકો અહીં ખજુર અને પતાસા ચડાવવા આવે છે. ધુળેટીના દિવસે ગારીયાધાર, જેસર, દામનગર, સાવરકુંડલા સહિત અનેક સ્થળોએથી ભાવિકો આવે છે. 

અન્ય સમાચારો પણ છે...