તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર: હોસ્પિટલ દર્દ શામક નહીં, દર્દ દાયક હુ મેં|The Hospital Is Not Suffering From Diarrhea

ભાવનગર: હોસ્પિટલ દર્દ શામક નહીં, દર્દ દાયક હુ મેં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર : આસપાસના પંથકના દર મહિને 50,000થી વધુ દર્દીઓ ઓપીડી સારવાર માટે અને 5000થી વધુ દર્દીઓ ઇનડોર પેશન્ટ તરીકે સારવાર લે છે, તેવી ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી હોસ્પિટલમાં માહિતી કેન્દ્રથી માંડી મૃત્યુ બાદના પોસ્ટમોર્ટમ સુધી અને તેના સગા-વ્હાલાઓની મુશ્કેલીઓનો પાર નથી, સૌરાષ્ટ્ર સમાચારની તંત્રી િવભાગની ટીમ દ્વારા હોસ્પિટલનું સરપ્રાઇઝ ઇન્સપેક્શન કરવામાં આવ્યું ત્યારે અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી છે, સર ટી. હોસ્પિટલ એ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સારવાર  માટે જીવાદોરી સમાન છે ત્યારે આ લેખા-જોખા એ હોસ્પિટલનું તંત્ર વધુ કાર્યક્ષમ બને અને ‘દર્દી દેવો ભવ’ની કલ્પના સાકાર થાય તે માટે કરવામાં આવ્યા છે.

 

સર્જરી વિભાગમાં 15 ડોકટરોના સ્થાને માત્ર 5 ડોકટરોથી ગાડું ગબડાવાઇ રહ્યું છે. 

 

 

રોજની જ્યાં 1600થી 1800 દર્દીઓની ઓપીડી હોય છે અને રોજના સરેરાશ 100થી 150 દર્દી"ને દાખલ કરાય છે એવી ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સરેરાશ 15 ટકાથી વધુ ડોકટરોની તંગી હોવાને કારણે દર્દી" પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. ડોકટરોની નિમણૂક તો થાય છે પરંતુ નિમણૂક પછી પણ ફરજ પર ભાવનગરમાં હાજર થવા અંગે ડોક્ટરો ઉપેક્ષા સેવી રહ્યા છે.ભાવનગરની સરકારી હોસ્પિટલ સ્ટાફથી વિકરાળ તંગીથી પીડાઇ રહી છે. પરિણામે દર્દીઓ પણ પારાવા પરેશાની ભોગવી રહ્યા છે. સર ટી હોસ્પિટલમાં સામાન્ય રીતે મહિને 48000 જેટલા ઓપીડી પેશન્ટ સારવાર લે છે અને મહિને સરેરાશ 5000થી વધુ પેશન્ટ દાખલ થાય છે ત્યારે તેને ડોકટરોની જે સુવિધા મળવી જોઇએ તે મળી રહી નથી. હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની તો તંગી છે જ. આ ઉપરાંત તમામ વિભાગોમાં મળીને સરેરાશ 15 ટકાથી વધુ સ્ટાફની તંગી જોવા મળી રહી છે. કેટલાક વિભાગો તો એવા છે કે જેમાં 30 ટકા જેટલી ઘટ પણ જોવા મળી રહી છે. દા.ત. સર્જરી વિભાગમાં 15 ડોકટરોના સ્થાને માત્ર 5 ડોકટરોથી ગાડું ગબડાવાઇ રહ્યું છે.  રેડીયોલોજી અને ટીબી વિભાગ જેવા વિભાગો એવા છે કે જેમાં માત્ર એક એક ડોકટરોથી ગાડું ગબડાવાઇ રહ્યું છે. તાજેતરમાં જ સર્જરી વિભાગ માટે 3 ડોકટરોની નિમણૂક થઇ છે. ફોરેન્સિક વિભાગમાં 2 એસોસિએટ પ્રોફેસરોને નિમણૂક આપી દેવામાં આવી છે. રેડીયોલોજી વિભાગમાં એક મહિલા ડોકટરને નિમણૂક આપવામાં આવી છે. પણ આમાંના કોઇ જ ડોકટર હજુ સુધી હાજર થયા નથી. 

 

 

થોડા જ દિવસોમાં હોસ્પિટલને કબ્જો આપી દેવાશે

 

ફાયર સેફ્ટી અંગેના નિયમોમાં પાછળથી થોડો ફેરફાર થતાં તે પ્રમાણેની ફાયર સિસ્ટ ઊભી કરવાની હોઇ તેમાં મોડું થયું હતું પરંતુ હવે સમગ્ર હોસ્પિટલ એ સિસ્ટમ પ્રમાણે તૈયાર જ છે અને થોડા જ દિવસોમાં તે હોસ્પિટલને સોંપી દેવાશે.  નરેન્દ્ર કાલિયા, ડેપ્યુટી એન્જીનિયર, પીઆઇયુ, ભાવનગર

 

 

વધુ માહીતી માટે આગળ ક્લિક કરો..

 

 

અન્ય સમાચારો પણ છે...