શહેરમાં ધર્મોલ્લાસભેર ફરી વીર માંધાતાની ભવ્ય શોભાયાત્રા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: કોલી સમાજના ઇષ્ટદેવ સમ્રાટ વીર માંધાતાની જન્મ જયંતિ નિમિત્તે ભાવનગર શહેરમાં આજે સવારે  ફુલસરથી વિશાળ શોભાયાત્રાનું આયોજન ભાવનગરના વીર માંધાતા કોલી સંગઠન દ્વારા કરાયું છે. આ શોભાયાત્રામાં ભાવનગર જિલ્લાના ખૂણે ખૂણેના ગામોના કોળી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રામાં આકર્ષક ફ્લોટસ સાથે વીર માંધાતાની પ્રતિમા સાથેનો રથ સામેલ કરવામાં આવ્યો હતો. શોભાયાત્રના નિયત રૂટમાં કોળી સમાજના અલગ અલગ સંગઠનો, અન્ય જ્ઞાતિના સંગઠનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.સમગ્ર યાત્રા દરમિયાન હજારો ભાવિકોએ વીર માંંધાતાના દર્શનનો લાભ  મેળવ્યો હતો. 

 

વીર માંધાતા કોલી સંગઠનનું આયોજન


આજે સવારે  ફુલસરથી જય માંધાતાના ગગનભેદી નાદ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતુ. આ યાત્રામાં બહોળી સંખ્યામાં ધ્વજાધારી કોલી યુવકો બાઇક સાથે જોડાયા હતા. આ યાત્રા શાસ્ત્રીનગર, વિઠ્ઠલવાડી, ચાવડી ગેટના રસ્તે થઇ પાનવાડી રોડ, જશોનાથ ચોક, નવા બંદર રોડ, 50 વારિયા ખેડૂતવાસ રોડ, દીપક ચોક, મહિલા કોલેજ, સુભાષનગર, શહેર ફરતી સડક, સંત કંવરરામ ચોક, સર તખ્તસિંંહજી હોસ્પિટલ થઇ પાનવાડીના રૂટ પર ભાવભક્તિભેર ફરી હતી. આ શોભાયાત્રાના સફળ આયોજન માટે રાજુભાઇ સોલંકી તથા તેની ટીમે જહેમત ઉઠાવી હતી.

 

વ્યસન મુક્તિના ફ્લોટ


આ શોભાયાત્રામાં વ્યસનો, શિક્ષણ, અંધશ્રદ્ધા, કુરિવાજો,  સહિતની સાંપ્રત સમસ્યાના ફ્લોટ તથા બેનરો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...