ભાવનગરમાં તરૂણીના આંતરડામાંથી 15 ઇંચ લાંબા અને 3 ઇંચ જાડાઇ ધરાવતો વાળનો ગઠ્ઠો કઢાયો

DivyaBhaskar.com

Sep 11, 2018, 11:47 AM IST
11 વર્ષની તરૂણીના આંતરડામાંથી વાળનો ગઠ્ઠો બહાર કઢ્યો
11 વર્ષની તરૂણીના આંતરડામાંથી વાળનો ગઠ્ઠો બહાર કઢ્યો

દુનિયામાં આવા ફક્ત 40 આસપાસ કેસો રિપોર્ટ થયા છે, આવા દર્દીઓ વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે

ભાવનગર: ભાવનગરની સૌથી મોટી હોસ્પિટલ સર.ટી. હોસ્પિટલ ખાતે સર્જન વિભાગના તબીબોએ અત્યંત જવલ્લે જ જોવા મળતી બિમારી ટ્રાઈકોબેઝોઆર(પેટમાં વાળનો ગઠ્ઠો જામી જવો)નું સફળ ઓપરેશન કર્યુ છે. દુનિયાભરમાં ભાગ્યે જોવા મળતા આ ટ્રાઈકોબેઝોઆરના ઓપરેશનમાં સર્જન વિભાગના ડૉ.ફિરદૌસ દૈખૈયા સહિતના તબીબોની ટીમે 11 વર્ષની તરૂણીના આંતરડામાંથી 15 ઇંચ લાંબા અને ત્રણ ઇંચ જાડાઇ ધરાવતા વાળના જામી ગયેલા ગઠ્ઠાને બહાર કાઢ્યો હતો.


દુનિયામાં આવા ફક્ત 40 આસપાસ કેસો રિપોર્ટ થયા છે

ટ્રાઈકોબેઝોઆર આ એક દુર્લભ છે અને બહુ જૂજ જોવા મળે છે. આખી દુનિયામાં 1 ટકાથી ઓછા કેસમાં થાય છે. એમાંય મહત્તમ ગઠ્ઠા હોજરીમાં જોવા મળે છે. આ કેસમાં નાના આંતરડામાંથી વાળનો ગઠ્ઠો કાઢવામાં આવ્યો છે જે જૂજ કહી શકાય. આખી દુનિયામાં આવા ફક્ત 40 આસપાસ કેસો રીપોર્ટ થયા છે. આવા દર્દીઓ સામાન્ય રીતે 13થી 20 વર્ષના, મુખ્યત્વે સ્ત્રીજાતિના હોય છે અને લાક્ષણિક રીતે કોઈ માનસિક અસંતુલનથી પીડાતા હોય અને વાળ ખાવાની ટેવ ધરાવતા હોય છે.


શું કહે છે ઓપરેશન કરનાર ડોક્ટરની ટીમ

ભાવનગરની 11 વર્ષની તરૂણીને આંતરડામાં અટકાવ સાથે પેટ ચડી જતાં અને ઊલ્ટીઓ થતાં ભાવનગરની સર.ટી હોસ્પિ.માં દાખલ કરવામાં આવી હતી. જ્યાં અલગ-અલગ તપાસના અંતે ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ટ્રાઈકોબેઝોઆર નીકળેલ. અત્યારે દર્દીની હાલત સ્થિર છે.
આ સફળ ઓપરેશન કરનાર હોસ્પિટલના સર્જન ડો.ફિરદૌસ દેખૈયા અને તેમની ટીમે જણાવ્યું હતું કે, આ બિમારીમાં અત્યાર સધીના થયેલા સંશોધનમાં દર્દીની હોજરી સુધી જ વાળનો જથ્થો પહોંચી શકતો હોય છે પરંતુ આ કિસ્સામાં નાના આંતરડા સુધી આ વાળનો ગઠ્ઠો પહોંચી જવો તે પણ વિજ્ઞાન માટે પડકારરૂપ સંશોધન કહી શકાય. આ ઓપરેશન થકી તબીબો અને હોસ્પિટલ બન્નેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ છે.

રાજકોટમાં 6 વર્ષની બાળકીને અડપલાં કરનાર 26 વર્ષના શખ્સના ટોળાંએ પગ ભાંગી નાખ્યા

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો.....

X
11 વર્ષની તરૂણીના આંતરડામાંથી વાળનો ગઠ્ઠો બહાર કઢ્યો11 વર્ષની તરૂણીના આંતરડામાંથી વાળનો ગઠ્ઠો બહાર કઢ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી