તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રક્ષાબંધન: સિયાચિનના સૈનિકો બાંધશે ભાવેણાની દીકરીની રાખડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: 20,000 ફુટની ઉંચાઇએ ગ્લેશિયર ઉપર સિયાચિનમાં ફરજ બજાવતા જવાનો માટે ભાવનગરની 6 વર્ષની દિકરી તનિષા જોષીએ સતત બીજા વર્ષે 151 રાખડીઓ રક્ષાના હેતુથી પોસ્ટ કરી છે. 26 ઓગસ્ટના રક્ષાબંધનના દિવસે તે સૈનિકો આ રક્ષાપોટલીનુ કચવ બાંધશે. 


સતત બીજા વર્ષે તનિષાએ રાખડી મોકલી 
અમરજયોતિ સ્કુલમાં ધોરણ-1માં અભ્યાસ કરતી તનિષાએ ગયા વર્ષે પણ 51 રાખડીઓ મોકલી હતી. મમ્મી અર્ચનાબેન અને પિતા અજયભાઇએ જણાવ્યુ કે ગયા વર્ષના પ્રયોગ બાદ આ વર્ષે તેણીએ સામેથી જ ઇચ્છા વ્યકત કરી હતી કે સૈનિક ભાઇઓને રાખડી મોકલવી છે. સાથે અમારી મદદથી તેમના માટે હકારાત્મક ઉર્જાવાળો પત્ર પણ મોકલ્યો છે. અત્યારે ભાવનગર પોસ્ટ ઓફીસથી મોકલતા 15-20 દિવસમાં જવાનોને રાખડી મળશે. 

અન્ય સમાચારો પણ છે...