ભાજપે બજેટ ફાડી, દેકારો કર્યો તો કોંગ્રેસે 7 મિનિટમાં 708 કરોડનું બજેટ પસાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર : ભાવનગર જિલ્લા પંચાયતના રૂ.708 કરોડના બજેટ અંગે આજે મળેલી સાધારણ સભામાં બજેટ અને વિકાસ કાર્યો અંગે કોઇ ચર્ચા-વિચારણા કરવાના બદલે કાર્ડમાં નામ છાપવાના મામલે ધડબડાટી બોલાવી ભાજપના સભ્યોએ બજેટ બુક ફાડી નાંખી વોકઆઉટ કર્યો હતો. જ્યારે કોંગ્રેસ પક્ષે વિપક્ષની ગેરહાજરીમાં માત્ર 7 મિનિટમાં બજેટ મંજૂર કરી દીધુ હતું.


કુલ 57 મિનિટ સુધી ચાલેલી આક્ષેપ બાજી અને દેકારા-પડકારા બાદ વિપક્ષે વોકઅાઉટ કર્યો હતો. જ્યારે બાકીની 7 મિનિટમાં શાસક કોંગ્રેસ પક્ષે 708.22 કરોડનું પુરાંતલક્ષી બજેટ ચર્ચા-વિચારણા સિવાય પસાર કરી દીધુ હતું. સવારે 11.10 કલાકે શરૂ થયેલી આ બેઠક 12.14 મિનિટે પૂર્ણ થઇ હતી.


જિલ્લા પંચાયતની સાધારણ સભાની શરૂઆતમાં જ વિપક્ષ ભાજપના સભ્યોએ ઉભા થઇ લોકાર્પણ કાર્યક્રમ બાબતે વિરોધ શરૂ કર્યો હતો અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા પંચાયત પ્રમુખ સરવૈયાએ સચિવને જવાબ આપવાની મનાઇ ફરમાવી દીધી હતી. જોકે તે  પહેલા સચિવ આયુષ ઓક એ પોતાને પણ વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી અને કાર્યક્રમનો ખર્ચ સ્વભંડોળ કે સરકારી ખાતામાં નહીં ઉધારાય તેવી જાહેરાત કરી દીધી હતી. જ્યારે ભાજપના એક સભ્યએ પક્ષનો આદેશ હોવાથી સભ્યોએ વિરોધ કરેલ છે પણ વિકાસ કાર્યોની ચર્ચા નહીં થતાં રંજ છે તેમ જણાવેલ.

 

કયા મામલે વિવાદ થયો ?


જિ.પં.ની મહેકમ, મહેસુલ, હિસાબી અને બાંધકામ શાખાનું આધુનિકરણ તથા બેઠક વ્યવસ્થાના પ્રવેશ કાર્યક્રમ અને જિ.પં. ભાવનગરની મોબાઇલ એપના આરંભના કાર્યક્રમના તથા સભ્યોને લેપટોપ આપવાના કામના લોકાર્પણ સમારોહના ભાવ. જિલ્લાના 7 પૈકી શહેરના બંને ધારાસભ્યોના નામ ન હતા. તે પ્રશ્ન ઉઠાવીને વિપક્ષ ભાજપના સભ્યોએ કોંગ્રેસ પક્ષનો કાર્યક્રમ છે કે જિલ્લા પંચાયતનો છે તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને કાર્યક્રમ અંગે ડીડીઓ આયુષ ઓક અને ભાજપના પદાધિકારીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા ન હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ પ્રશ્નને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવીને ધાંધલ-ધમા, બજેટ ફાડી નાંખીને વિપક્ષ ભાજપે વોકઆઉટ કર્યો હતો.

 

 

અન્ય સમાચારો પણ છે...