દારૂબંધી ! વિકટોરીયા પાર્કમાંથી મળી દારૂની અસંખ્ય ખાલી બોટલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: રાજય સરકાર દ્વારા દારૂ બંધી માટે અથાગ પ્રયત્નો કરવામા આવી રહયા છે.અને અનેક કડક નિયમો અને તેના અમલી કરણ માટે ખુદ મુખ્યમંત્રીએ પણ તંત્રને સુચના આપી છે. ત્યારે ભાવનગર શહેરમાં આવેલ વિકટોરીયા પાર્કમાં શહેરની તક્ષશીલા સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારાસફાઇ ઝંબેશ હાથ ધરવામાં આવી છે.જેના ભાગ રૂપે વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ દરમિયાન એકઠો કરાયેલા કચરામાંથી અસંખ્ય ઇંગ્લીશ દારુની ખાલી બોટલો મળી આવી છે.જો કે આ ખાલી બોટલો વિકટોરીયા પાર્કની દિવાલની અંદરની બાજુમાંથી મળી હોવાનુ જાણવા મળેલ છે.જેથી એવો પણ અંદાજ છે કે કદાચીત રસ્તા પર દારૂ પી કોઇ એ આ ખાી બોટલોનો વીકટોરીયા પાર્કની દિવાલની અંદરના ભાગમા ફેંકી દીધી હોય શકે છે.
અન્ય સમાચારો પણ છે...