નટરાજ એવોર્ડને અરવિંદ ત્રિવેદીએ ઓસ્કાર ગણાવ્યો

Nataraja Award was awarded to Arvind Trivedi by Moraribapu
Bhaskar News

Bhaskar News

Apr 01, 2018, 03:43 AM IST

ભાવનગરઃ વિતેલા જમાનાની સુપ્રસિદ્ધ ટેલિવિઝન શ્રેણી રામાયણ કે જેણે ટીવીને પણ પ્રસિદ્ધ કર્યું તેમાં રાવણની ભૂિમકા ભજવીને લંકેશ તરીકે જાણીતા થયેલા અરવિંદ ત્રિવેદીએ જણાવ્યં કે, જે કામ કરીએ તેમાં ભક્તિનો મોણ નાખતા રહેજો, જેથી તે કામ દીપી ઉઠશે. ઉદાહરણ આપતા વયોવૃદ્ધ અવસ્થા હોવા છતાં બોલ્યા કે, પ્રવાસ કરીએ છીએ. ત્યારે તેમાં ભક્તિ ભળે તો તે યાત્રા બની જાય છે.

મહુવાના તલગાજરડા ખાતે આજે ભારતીય ટેલિવિઝન શ્રેણીનો નટરાજ એવોર્ડ મોરારિબાપુ દ્વારા અરવિંદ ત્રિવેદીને એનાયત કરવામાં આવ્યો હતો. શારીરિક અસ્વસ્થતા વચ્ચે પણ તેમણે બાપુના અનુરોધથી કાર્યક્રમમાં લંકેશનાં એ સમયના ડાયલોગ, શ્લોકો, ઋચાઓ બોલીહતી. જેનાથી વાતાવરણ એકદમ ભાવાત્મક બની ગયું હતું. લંકેશએ જણાવ્યું કે, ભક્તિ વિનાનો કામનો કોઈ અર્થ નથી. જીવનમાં કામગીરી ગમે તે કરવાની થાય, પરંતુ ભક્તિ ભુલાવી ન જોઈએ. અત્રે ઉલ્લેખનિય છે કે રાવણને રાક્ષસ ગણવામાં આવતો હોવા છતાં તેની શિવભક્તિ જાણીતી છે.

X
Nataraja Award was awarded to Arvind Trivedi by Moraribapu
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી