ભાવનગર: તા.10 ઓગસ્ટનો દિવસ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. ત્યારે ભાવનગર જિલ્લો તો હવે સિંહોના વિચરણ માટે અજાણ્યો રહ્યો નથી. ગોહિલવાડ કદંમગિરીનો જંગલ પ્રદેશ સાવજો માટે એક પ્રિય સ્થળ તરીકે ઉભરી આવ્યો છે. આ સ્થળે નિયમિત ધોરણે 10 જેટલા સિંહોનું વિચરણ જોવા મળે છે. સાસણમાં ગીરનું જંગલ હવે સાવજો માટે પાંખુ થઇ જતા ત્યથી શેત્રૂંજી નદીના કાંઠે કાંઠે છેક બગદાણા નજીક ગેબરવીડી સુધી સિંહોનો નિવાસ જંગલ ખાતાએ નોંધ્યો છે. બગદાણાથી જેસરના રસ્તે આ 15 કિલોમીટરનો જંગલ વિસ્તારમાં સરકાર ધારે તો લાયક પાર્ક વિકસાવી શકે છે. તો આ સ્થળે આંબરડી-ધારી જેવું પ્રવાસન ધામ બની શકે છે. મહુવા, તળાજા,ગારિયાધાર, જેસર અને પાલિતાણા એમ પાંચ તાલુકાનો વિકાસ પણ સીધો જ થઇ શકે તેમ છે.
ગીરના સિંહની ઓળખ સિમાડા પાર ઓળંગી ગઇ છે, તેવી જ રીતે ભાવનગરના સિંહ પણ વૈશ્વિક ફલક પર ચમકી શકે તેવી ક્ષમતા, વિશેષતા જોવા મળી રહી છે, સિંહના ઘર સમાન બૃહદગીરમાં ભાવનગરનો સમાવેશ કરાયો છે, સાથોસાથ સલામતિમાં પણ વધારો થયો છે, ભાવનગરમાં સને. 2010માં 33 સિંહની વસ્તી હતી જે વધીને સને.2015માં 37 થઇ ગઇ હતી, ઘાસિયા પ્રદેશ તરીકે નવી ઓળખ મેળવી છે. મતલબ કે, ગીરના સિંહ સામે ભાવનગરના સિંહ પણ બિલકુલ નથી કમ.
ભાવેણાના સિંહને મળશે નવી ઓળખ...
ભાવનગરની અનેક વિશેષતા છે, સિંહની સલામતિ ઉપરાંત ઘાસિયા પ્રદેશના લીધે ભાવનગર અનેક રીતે વિભિન્નતા ધરાવે છે, તે ખોરાક હોય કે બાંધો હોય કે અન્ય બાબતે ગીર અને ભાવનગરના સિંહમાં ઘણુ જુદાપણંુ તો ખરૂ પણ વિશેષતાઓ પણ છે. ભાવેણાના સિંહને નવી ઓળખ મળશે. > ડો.સંદિપકુમાર, ડી.એફ.ઓ.ભાવનગર