બૃહદ વિસ્તારમાં સિંહોની વધી હીલચાલ, પશુપાલકોમાં ભયનો માહોલ

Increasing motions of lions in the Greater Area
Increasing motions of lions in the Greater Area
Increasing motions of lions in the Greater Area
Bhaskar News

Bhaskar News

Jan 11, 2018, 03:33 AM IST

તળાજા: તળાજા પંથકમાં છેલ્લા પખવાડીયાથી શેત્રુંજી નદી અને નહેર કાંઠા તેમજ મેથળા મધુવન વન ક્ષેત્રમાં વનરાજાએ દેખા દીધા છે. અઠવાડીયા પહેલા ભેગાળીની સીમ-વાડીમાં તળાજા વન વિભાગ એક સિંહનાં સગડ મેળવ્યા હતા. તેમજ મેથળા નજીક જંગલ વિસ્તારમાં સિંહનાં આંટાફેરા નોંધાયા હતા. શિયાળાનાં પ્રારંભથી જ કુંઢડાની ડુંગરમાળ અને ગેબરવાડીમાં થઇને તળાજા સહીત ગોહીલવાડનાં બૃહદગીર વિસ્તારમાં સિંહ પરિવારની આવન જાવન શરૂ થઇ છે. જોકે તાજેતરમાં તેઓની પાલતુ પશુઓમાં રંજાડ જોવા મળી નથી.

સિંહના આંટાફેરાથી પશુપાલકોમાં ભયનો માહોલ


છેલ્લા દસકામાં સાસણ ગીર વન ક્ષેત્રમાંથી નિર્વાસીત થઇ આપણા બૃહદગીર વિસ્તારમાં સિંહો આશ્રય મેળવી રહયા છે. ગીરનુ નાકુ ગણાતા અમરેલીનાં ખાંભા નજીકની મિતિયાળાની ડુંગરમાળમાં થઇને વાયા સાવરકુંડલાની ધોળીકુઇ અને રાણીગાયાને પસાર કરીને જસરની ટેકરીઓ, દેપલા અને રાણીગામ થઇને સિંહ પરિવારો ગેબર (બગદાણા) થઇને કુંઢડા નજીકની વન વિભાગની વીડીમાં પ્રવેશી જાય છે. અહિથી એક ફાંટો બગડ નદીની રાહે મધુવન-મેથળાની બાવળની કાંટયમાં દરિયાઇ પંથકમાં અને બીજો મુખ્ય ફાંટો તળાજાનાં શેત્રુંજીકાંઠા નહેર વિસ્તારો અને દિહોર ખોખરાની ડુંગરમાળ થઇને કયારેક ભાવનગર-ઘોઘાનાં વન ક્ષેત્રમાં પણ નીકળી આવે છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

X
Increasing motions of lions in the Greater Area
Increasing motions of lions in the Greater Area
Increasing motions of lions in the Greater Area
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી