ભાવનગર: 14 બહેનોના એકમાત્ર ભાઈની કરપીણ હત્યા, માર્યા ખરીના ઘા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુવા: મહુવા તાલુકાના કુંભણ ગામની જુની કન્યાશાળા પાસે ઉતરાયણના દિવસે 14 બહેનોના એકના એક ભાઇ રાજુભાઇ પરશોતમભાઇ સોલંકી (ઉ.વ.23 ) કોઇ કામ સબબ આ વિસ્તારમાં ઉભા હતા તે સમયે તે જ ગામના અને તેમના પડોશમાં રહેતા વિશાલ ઉકાભાઇ બારૈયા સાથે સામાન્ય બોલાચાલીમાં ઉગ્ર બનતા અને રાજુભાઇ સોલંકી કઇ સમજે તે પહેલા વિશાલે પોતાના પાસે રહેલી છરી વડે રાજુભાઇને આડેધડ છરીના ઘા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ હાલતે ત્યાં જ પડી ગયા હતા.અને વીશાલ નાસી છૂટયો હતો.ઇજાગ્રસ્તને સારવાર માટે તાત્કાલીક મહુવા અને ત્યાથી ભાવનગર હોસ્પીટલમા ખસેડવામા આવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા.

 

પોલીસે આરોપીની અટકાયત બતાવી નથી..


આ બનાવ અંગે ફરિયાદી અરજણભાઇ મોહનભાઇ સોલંકી એ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મમહુવા પોલીસે વિશાલ ઉકાભાઇ બારૈયા સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. જો કે હત્યારાની પોલીસે અટકાયત કરી લીધી હોવાનુ અને તેની પુછતાછ શરૂ હોય પોલીસે આરોપીની અટકાયત બતાવી નથી.

 

12 મોટા અને બે નાના બહેનોના ભાઈ...


સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા હત્યા થઇ હોવાનુ પ્રાથમીક તપાસમા પોલીસમાં જાણવા મળેલ છે.ઉતરાયણના પર્વે જ 12 મોટા અને બે નાના બહેનોના એકના એક ભાઇની હત્યા થતા કુંભણ ગામમાં ભારે અરેરાટી સાથે શોકનુ મોજુ ફરી વળ્યું છે. ગામમાં પરિસ્થીતિ વણસે નહિં તે માટે પોલીસદ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 

છરીના 5થી 6 ઘા માર્યા હોવાનું અનુમાન..


ભાવનગરમાં રાજુભાઇએ અંતિમ શ્વાસ લેતા તેમના મૃતદેહને પેનલ પી.એમ.માટે સરકારી હોસ્પીટલમા ખસેડવામાં આવેલ. હત્યારાએ મૃતક પર છરીના પાંચ થી છ ઘા માર્યાનુ પોલીસમાંથી જાણવા મળેલ છે.આજે સવારે મૃતકની તેમના ગામ કુંભણ ખાતે અંતિમ વિધિ કરવામા આવી હતી.જેમા મૃતકના સગા સબંધી, જ્ઞાતીજનો, ગ્રામજનો સહિતના મોટી સંખ્યામા જોડાયા હતા.  જોકે, પોલીસે મોડે સુધી આરોપીની અટકાયત બતાવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...