તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhavnagar
  • ભાવનગર:ભગવતીસર્કલ નજીક જમ્પિંગ ગેમમાં અકસ્માતે ગરદનથી નીચેનો ભાગ ખોટો પડી ગયો|In A Jumping Game Near Bhagwatiskal, Accident

ભાવનગર:ભગવતીસર્કલ નજીક જમ્પિંગ ગેમમાં અકસ્માતે ગરદનથી નીચેનો ભાગ ખોટો પડી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર : હસતું, રમતું, કૂદતું માસૂમ બાળક સતત 2 મહિનાથી પથારીમાં રિબાયા કરે અને ગરદનથી નીચેનો ભાગ હલન-ચલન પણ ન કરે તેની વેદના માત્ર પરિવારના સભ્યો જ નહિ પરંતુ જીવમાત્ર અનુભવી શકે છે. આવી જ ઘટના પૂર્વા નામની 5 વર્ષની બાળકી સ્પાઈનલ કોડ ઈન્જરીનો ભોગ બનતા પ્રકાશમાં આવી છે. માર્કેટ યાર્ડમાં શાકભાજી વેચવાનો છૂટક વ્યવસાય કરતાં તેણીના પિતા પ્રકાશભાઈ દવે દેશના ખૂણે ખૂણે ફરી રૂા.11 લાખનો ખર્ચ કરી ચૂક્યા હોવાથી હવે તેઓ પણ ભાંગી પડ્યા છે.

 

પૂર્વાને સ્પાઈનલ કોડ ઈન્જરી છે

 

કાળિયાબીડ વિસ્તારમાં આવેલા ભગવતી સર્કલ ખાતે જમ્પિંગ ગેમ રમતાં-રમતાં આ ઢીંગલીને 22 એપ્રિલની સાંજે ઈજા થઈ હતી અને ત્યારબાદ ભાવનગરના બાળ ન્યૂરોસર્જન રિદ્ધિશ લાણિયા સહિતના અનેક ડોકટરો પાસે તપાસ કરાવ્યા બાદ એવું ખુલવા પામ્યું છે કે, પૂર્વાને સ્પાઈનલ કોડ ઈન્જરી છે અને આટલી નાની ઉંમરે તે પ્રથમ કેસ બન્યો છે. પરિણામ મળશે પરંતુ ક્યારે તે કોઈ કહી શકે નહિ.

 

સોશિયલ મિડિયા દ્વારા લોકોની આર્થિક સહાય

 

ડો.રિદ્ધિશ લાણિયાએ અંગત રસ લઈને સમગ્ર મેટર અને તસ્વીર સોશિયલ મીડિયા દ્વારા વાયરલ કરતાં લોકો આર્થિક સહાય પણ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં દેશના જાણીતા સ્પાઈન સર્જન ડો.છાબરા, દિલ્હી, ડો.ભરત દવે, ડો.અજય ક્રિષ્નન, અમદાવાદ, ડો.વિઠ્ઠલ રંગરાજન, ડો.હિમાંશુ ડોડિયા, ભાવનગર સહિતના અનેક તબીબોને બતાવી ચૂક્યા છતાં કોઈ પરિણામ મળ્યું નથી.

 

65 દિવસ સુધી વેન્ટિલેટરનો વિક્રમ...

 

65 દિવસથી પૂર્વા અમારી હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે. ભાવનગર જિલ્લામાં આટલા દિવસો સુધી કોઈ દર્દી વેન્ટિલેટર ઉપર હોય તે વિક્રમ છે. અત્યાર સુધીમાં અમે તમામ પ્રયત્નો કરી ચૂક્યા છે, પરંતુ કેટલીક વસ્તુઓ કુદરતના હાથમાં હોય છે. - ડો.રિદ્ધિશ લાણિયા, બાળ ન્યૂરો સર્જન, નિર્મલ ચિલ્ડ્રન હોસ્પિટલ