415 ગ્રામ્ય-શહેરમાં ઉનાળાના મધ્યે પાણીનો પ્રશ્ન ગંભીર બનવાના એંધાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: ઉનાળાની શરૂઆત થવા સાથે ગરમીની શરૂ થતા પાણીના વલખા વધ્યા છે, દૈનિક જરૂરિયાતમાં વધારો થવા લાગ્યો છે. વાપરવા સાથે પિવાના પાણી માટે છેવાડાના ગામોમાંથી બુમો શરૂ થઇ ગઇ છે. ભાવનગરના 415 શહેર-ગ્રામ્યને પાણી માટે મહીપરીએજ એક માત્ર વિકલ્પ છે. ગત વર્ષે આકરા ઉનાળામાં 465 ગામોમાં પાણીની તંગી ઉભી થઇ હતી, તેમ પાણી પુરવઠો બોર્ડના સૂત્રોઅે જણાવ્યંુ હતું.


જિલ્લામાં પાણીની જરૂરિયાત મુજબનો જથ્થો હાલમાં તો વિતરણ થઇ રહ્યો છે, પરંતુ આગામી દિવસોમાં કપરી સ્થિતિ સર્જાશે તેવી ભિતી સેવાઇ રહી છે. જેમ જેમ ઉનાળો આગળ વધતો જશે તેમ તેમ પાણીની માંગમાં પણ વધારો થઇ રહ્યો છે.સ્થાનિક પાણીના સોર્સ સુકાઇ રહ્યો છે. પાણીના તળ ઉંડા જઇ રહ્યા છે. આવા સંજોગો વચ્ચે મહીપરીએજ યોજના એટલે કે નર્મદાનંુ પાણી એક માત્ર વિકલ્પરૂપ છે.


તાજેતરમાં જ િજલ્લાના પ્રભારી અંજુ શર્મા ભાવનગર આવ્યા ત્યારે િજલ્લાની સ્થિતિ રજુ કરી હતી, જેમાં પાણીની જરૂરિયાતો વધવાની છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવાની તાતી જરૂરિયાતો ઉભી થવાનો સંકેત અપાયો હતો, કેટલાક ગામોમાં એવા પણ છે કે, જ્યા તંત્રએ પાણીની માંગને પહોંચી વળવા માટે ટેન્કરો પણ દોડાવવા પડે તો નવાઇ નહીં.


આ વર્ષે ઉનાળામાં પાણી વિભાગની ખરી કસોટી થવાની છે, તેમાં તંત્ર ઉણંુ ઉતરશે તો લોકો હિજરત કરવા સુધી મજબુર બનશે તેવા અેંધાણો વર્તાઇ રહ્યા છે. એપ્રિલ માસમાં પાણીની માંગમાં નોંધપાત્ર વધારો થઇ જશે. હજુ તો ફેબ્રુઆરી માસનો અંત છે, ત્યા જ વાતાવરણમાં ઉનાળાનો પ્રભાવ શરૂ થઇ ગઇ છે. જેથી આગામી સમયમાં ઉનાળો પણ આકરો મિજાજ અનુભવવા મળશે અને પાણીની માંગ પણ વધશેે.

અન્ય સમાચારો પણ છે...