તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિંહોર પોલીસ મથકમાં આત્મવિલોપન કરનાર દલિત યુવાનની મળી સુસાઇડ નોટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આત્મવિલોપન કરનાર દલિત યુવાનની સુસાઇડ નોટ - Divya Bhaskar
આત્મવિલોપન કરનાર દલિત યુવાનની સુસાઇડ નોટ

ભાવનગર: ભાવનગર જિલ્લાનાં સિહોર પોલીસ મથકમાં રવિવારે સાંજના સમયે પોતાના શરીરે  જ્વલનશીલ પદાર્થ છાંટી દીવાસળી ચાંપી દઈ જાતેથી સળગી જનાર યુવાનના મોતમાં એક પછી એક અણધાર્યા વળાંક આવી રહ્યા છે. બનાવના બે દિવસ બાદ મૃતકની સુસાઇડ નોટ મળી આવતા પોલીસે બુટલેગર વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે મૃતક ગીરીશ બારૈયાનું તેના મોત પૂર્વે ડાઇંગ ડેક્લેરેશન જ ન નોંધાયું હોવાથી પોલીસે આ ચકચારી ઘટનામાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું.


પોલીસ તથા બુટલેગરના દબાણ અને ધમકીઓના કારણે આ અંતિમ પગલું ભરતો હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

 

બનાવની મળતી વિગત મુજબ શિહોરની એકતા સોસાયટીમાં રહેતા ગીરીશભાઈ જીવરાજભાઈ બારૈયા નામનો યુવાન રવિવારે સાંજે સિહોર પોલીસ મથકમાં ધસી આવી ઉપરનાં માળે જઈ પોતાની પાસે રહેલ પેટ્રોલના શીશામાંથી પોતાની જાત પર પેટ્રોલ છાંટી જાતેથી સળગી જતાં પોલીસ મથકમાં અચાનક ભાગદોડ મચી જવા પામી હતી અને હાજર રહેલ પોલીસ કર્મીઓએ તેને તાબડતોબ સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. જ્યાં સારવાર દરમિયાન સોમવારે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. જો કે આ ચકચારી બનાવમાં મામલતદાર અને મેજીસ્ટ્રેટ દ્વારા મૃતકનું ડાઇંગ ડેક્લેરેશન નોંધવામાં આવ્યું ન હોવાથી પોલીસે પ્રાથમિક તબક્કે  ગીરીશ બારૈયાના મોતને અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે આ બનાવમાં ચોતરફથી પોલીસ પર ફિટકાર વરસતા પોલીસ પણ હરકતમાં આવી છે અને મૃતક ગીરીશ બારૈયાના મોત બદલ  તેના ભાઈ  પરેશ જીવરાજભાઈ બારૈયા ની ફરિયાદ લઇ બુટલેગર જયેશ ભાણજી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ પોલીસને મૃતક ગીરીશની સુસાઈડ નોટ પણ હાથ લાગી છે. જેમાં તેણે પોલીસનો બાતમીદાર ન હોવાની સ્પષ્ટતા કરી છે. પોલીસ તથા બુટલેગરના દબાણ અને ધમકીઓના કારણે આ અંતિમ પગલું ભરતો હોવાનો તેમાં ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. 


સુસાઈડ નોટના આધારે પોલીસે બુટલેગર વિરોધ ગુનો નોંધ્યો

 

બનાવ પાછળ સિહોરની એકતા સોસાયટી વિસ્તારમાંથી પોલીસે એકાદ સપ્તાહ પૂર્વે ઝડપી પાડેલા મસમોટા દારૂના જથ્થાની બાતમી મૃતક  ગીરીશ બારૈયાએ પોલીસને આપી હતી તેવી શંકા સાથે સિહોરનાં કુખ્યાત બુટલેગર જયેશ ભાણજી નામનાં વ્યક્તિએ ગીરીશભાઈ બારૈયાને પોલીસને બાતમી કેમ  આપી? જેવી ધમકીઓ આપતાં ગીરીશભાઈએ પોલીસને સ્વરક્ષણ આપવા પોલીસમાં અરજી કરી હતી. પરંતુ પોલીસે અરજી અંગે કોઇ કાર્યવાહી ન કરતા મૃતકે ગત રવિવારે સિહોર પો.સ્ટે.માં જાત જલાવી મોતને વ્હાલ કર્યું હતું. આ બનાવને પોલીસે ગંભીર ગણ્યો ન હતો અને મૃતકના મોત અંગે પોલીસને સત્તાવાર ફરિયાદ મળી ન હોવાથી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.  આ સાથે મૃતકનાં પરિવારજનો કોઇ વિરૂદ્ધ ફરિયાદ કરવામાં સંમત થાય અને જો કોઈ ફરિયાદ આપે તો પોલીસે આગળની કાર્યવાહી  કરવાની તૈયારી દર્શાવી હતી. આખરે ઘટનાના આશરે ચાર દિવસ બાદ મૃતકની સુસાઈડ નોટના આધારે પોલીસે બુટલેગર વિરોધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 


સૌરાષ્ટ્રમાં વાજતે ગાજતે થાય છે સર્જન, વિસર્જન સમયે બાપાને રઝળાવાય છે, દુર્દશાની તસવીરો