ભાવનગર: પૈસાની લેતીદેતીને લઇને ચાર શખ્સોએ ભાગીદારના ઘરને તાળુ મારી બે મહિલાને પૂરી દીધી

DivyaBhaskar.com

Dec 07, 2018, 02:35 AM IST
પોલીસે તાળુ તોડી મહિલાઓને બહાર કાઢી
પોલીસે તાળુ તોડી મહિલાઓને બહાર કાઢી

*ભવદીપભાઈના પુત્રનું અપહરણ કરી લેવાની ધમકી આપી હતી

* અલ્પેશ તેની પત્ની ઉપરાંત અન્ય બે મહિલાઓ સાથે સંબંધ હોવાનો આક્ષેપ

ભાવનગર: શહેરના કૈલાસ વાટીકા નજીક આવેલી મહાવીર મહિલા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા ભવદીપભાઈ દવે નામના વેપારી હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ તેઓ બહારગામ હોય અને ધંધામાં નાણાની લેતીદેતીને લઇ લાંબા સમયથી વિવાદ ચાલે છે. તેમના ઘરે પરેશ ચાવડા, નરેન્દ્ર ઉર્ફે નરૂ રાજપુત, જશવંત જસકા અને અજય ભૂદેવ નામના ચાર શખ્સ ધસી ગયા હતા. તેઓએ ભવદીપભાઈ પાસેથી ધંધાના કામ અર્થે નાણાં વસુલાત કરવાની હોય તેમણે કબ્જો લેવાની માંગ કરી હતી. જો કે ઘરમાં ભવદીપભાઈના પત્ની કોમલબેન અને તેમના બેન હરસિધ્ધિબેને સમય પારખીને તમામ ચારેય શખ્સોને ઘરની બહાર જ રાખતા બંને પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આથી ચારેય શખ્સોએ ઘરને તાળાબંધી કરી નાસી છૂટ્યા હતા. એટલું જ નહીં તમામ શખ્સોએ ભવદીપભાઈના પુત્રનું અપહરણ કરી લેવાની ધમકી આપી હતી.

ઘરમાં પૂરાઇ ગયેલી મહિલાઓએ પોલીસને જાણ કરતા દોડી આવી હતી

ઘરમાં પૂરાયેલી બન્ને મહિલાઓએ પોલીસને જાણ કરતા ભાવનગર નિલમબાગ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તાળુ તોડ્યું હતું. પોલીસે ભવદીપભાઈના બેન હરસિધ્ધિ બેનની ફરિયાદના આધારે 4 શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધી તમામને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં આરોપી તરીકે દર્શાવેલા તમામ ચારેય શખ્સ સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. ભવદીપભાઈના જૂના ધંધાર્થી ભાગીદાર અલ્પેશ પટેલના ઈશારે આ ચાર શખ્સોએ આ કૃત્ય આચર્યું હોવાનું ઘરની મહિલાઓએ શંકા વ્યક્ત કરતા પોલીસે આ દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.

મે માસમાં મર્સીડીઝ કાર ગૂમ થયાની ફરિયાદ નોંધાવાઇ છે
રૂણભાઇના પુત્ર ભવદિપભાઇને હીરાનો વ્યવસાય સારો ચાલતો હોય તેઓએ હપ્તેથી રૂ.60 લાખની મર્સીડીઝ કાર ખરીદી હતી. જેના હપ્તા હાલ પણ તેઓ ભરી રહ્યા છે. કારનો નં.આર.જે.14.સી.એમ-1035 છે. જે અંગે ડી.ડીવીઝન પોલીસ મથકમાં ગૂમ થયા અંગેની મે માસમાં પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી આજ સુધી કોઇ સગડ કે કાર મળી નથી. આ બાબતે પોલીસે તપાસ શરૂ હોવાનુ જણાવ્યું હતું.

નાણાંકીય લેતી દેતીનો મામલો
આ ઘટનામા કોઇ વ્યાજખોરોની ભૂમીકા કે મામલો નથી પણ નાણાકીય લેતી દેતીનો મામલો લાગે છે. અજય ભુદેવને અરૂણભાઇ પાસેથી રૂ. 30 લાખ લેવાના હોવાની વાત પ્રાથમીક તપાસમા જાણવા મળી રહી છે. - કે.એમ.રાવળ, પીઆઇ ડી-ડીવિજન પોલીસ મથક

અમે ભયના ઓથાર નીચે જીવી રહ્યા છીએ
મારા સસરા અરુણભાઇ દવે અને મારા પતિ ભવદિપભાઇ દવે છેલ્લા કેટલાક સમયથી વ્યવસાયના લીધે બહારગામ છે અને તેમને પૈસાની કશી લેતી દેતી હશે ? તે મામલે ઉપરોકત શખ્સો આજે અમારા ઘરે આવી મુખ્ય દરવાજાને તાળુ મારી અમને ઘરમા ગોંધી રાખી જતા રહ્યા હતા. અમે પોલીસને જાણ કરી અને પોલીસે આવી તાળુ તોડી અમને મુક્ત કર્યા હતા અમે છેલ્લા કેટલાક સમયથી ભયના ઓથાર નીચે જીવી રહ્યા છીઅે - કોમલબેન ભવદિપભાઇ દવે, અરુણભાઇના દીકરાના પત્નિ

X
પોલીસે તાળુ તોડી મહિલાઓને બહાર કાઢીપોલીસે તાળુ તોડી મહિલાઓને બહાર કાઢી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી