હનુમંત તત્વમાં પાંચ વિજ્ઞાનનો સમાવેશ : મોરારિબાપુ

કૈલાસ લલિતકલા, અવિનાશ વ્યાસ, નટરાજ તેમજ હનુમંત એવોર્ડ અર્પણવિધિ સાથે હનુમંત સંગીત મહોત્સવ-અસ્મિતાપર્વનું સમાપન

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 02:46 AM
Five sciences in the Hanumant element include: Moraribipu
મહુવા: પૂ.મોરારિબાપુની પાવન િનશ્રામાં મહુવાનાં આંગણે યોજાયેલ હનુમંત સંગીત મહોત્સવ-41 અને અસ્મિતાપર્વ-21નું કૈલાસ લલીતકલા એવોર્ડ, અવિનાશ વ્યાસ એવોર્ડ, નટરાજ એવોર્ડ તથા હનુમંત એવોર્ડ અર્પણ વિધી સાથે સમાપન થયું હતું. કે હનુમંત તત્વમાં શ્વાસ, વિશ્વાસ, સમા, ભાસ અને ભજન આ પાંચ વિજ્ઞાનનો સમાવેશ થાય છે.
હનુમંત સંગીત મહોત્સવ-41 અને અસ્મિતા પર્વ-21ના અંતિમ સમાપન દિને ચિત્રકૂટ ધામ, તલગાજરડામાં શ્રી હનુમાન જ્યંતીના પાવન પર્વે શિલ્પકલા, સુગમ સંગીત, અભિનય અને શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે આજીવન સેવાના ઉપલક્ષ્યમાં સેવાધારી કલાકારોને કૈલાસ લલિતકલા એવોર્ડ, અવિનાશ વ્યાસ એવોર્ડ, નટરાજ એવોર્ડ, શ્રી હનુમંત એવોર્ડ પૂ. મોરારી બાપુના હસ્તે એનાયત કરવામાં આવેલ.
સમાપન પ્રસંગે પ્રાસંગિક અભિવ્યક્તિ કરતા પૂ. મોરારી બાપુએ જણાવેલ કે પ્રસિધ્ધ વીણા ત્રણ છે. એક કૈલાસ સંબંધિત, બીજી બ્રહ્મલોક સંબંધિત અને ત્રીજી વૈકુંઠ સંબંધિત વીણા છે. મારા હનુમાનજી ગદાધારક નહીં, વીણાધારક છે. વર્તમાનમાં કેટલાક લોકોની વાણી જ વીણા છે. હનુમાનજી એક સારા વૈજ્ઞાનિક છે. તલગાજરડી આંખ હનુમંત તત્વમાં શ્વાસ, વિશ્વાસ, સમાસ, વ્યાસ અને ભજન પાંચ વિજ્ઞાન જૂએ છે. ગીતાના અઢાર અધ્યાય યોગ છે. જે યોગ હનુમાનજીમાં નખશીખ છે. વિશ્વાસ વિજ્ઞાનનું કોઈ પુસ્તક નથી.
રામનામથી શ્રેષ્ઠ કઈ જ નથી તેમ જણાવી પૂ. બાપુએ રામ, અયોધ્યા, કથા, માનસ પર વિશ્વાસ ન હોય તો ચાલશે, પણ રામનામ પર પૂર્ણં વિશ્વાસ રાખવાની વાત કહેલ. આજે ધર્મ, સાહિત્ય, સંગીત, આર્થિક વગેરે કોઈ પણ ક્ષેત્ર સ્પર્ધા વગરનું નથી. અસ્મીતા પર્વ-21ના સંકલનમાં રમેશભાઇ સેંતાનો સહીયોગ મળ્યો હતો. મહુવા કૈલાસ ગુરૂકુળમાં પૂ.મોરારી બાપુના સાંનિધ્યમાં સાહિત્ય પ્રેમીઓ અને રસિક શ્રોતાજનોને મનભાવક સંગોષ્ઠીઓ સાથે 21માં અસ્મિતા પર્વનો અનેરો લાભ મળ્યો.
નામાંકિત લેખકો-કવિઓ-સાહિત્યકારો-વિવેચકો-શિક્ષણ વિદ્દોનું પ્રેરણાદાયી માર્ગદર્શન અત્યાર સુધી પૂ. બાપુના આશીર્વચન સાથે 21 અસ્મિતા પર્વ, 8 સદ્દભાવના પર્વ, 17 સંસ્કૃત પર્વ, 2 શિક્ષણ પર્વમાં રસિક શ્રોતાઓને મળી શક્યું છે. તલગાજરડામાં 41 હનુમંત સંગીત મહોત્સવના અનેરા આસ્વાદને સંગીત રસિકોએ
માણ્યો છે.

X
Five sciences in the Hanumant element include: Moraribipu
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App