આંખ આડા કાન: શહેર સ્વચ્છ, કચરો યથાવત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: ભાવનગર સહિત દેશભરમાં હાલમાં સ્વચ્છતા સર્વેક્ષણ શરૂ છે. અને પબ્લીક ફિડબેક સહિતમાં ભાવનગર આગળ પણ વધી રહ્યું છે. હાલમાં ભાવનગરનો 21મો ક્રમ છે. પરંતુ સમગ્ર ભાવનગરને સ્વચ્છ કરી આખા શહેરનો કચરો જ્યાં ઠલવાય છે તે કુંભારવાડાથી નારી રોડ તરફ કોર્પોરેશનનો પ્રોસેસીંગ પ્લાન્ટ છેલ્લા બે કરતા વધુ વર્ષથી ઠપ્પ પડ્યો છે. ત્યારે ભાવનગરની સફાઈ હાથીદાંત જેવી છે. ભાવનગર શહેરભરમાંથી ટેમ્પલબેલ અથવા ટ્રેક્ટરો દ્વારા કચરો લઈ કુંભારવાડાથી નારી રોડ તરફના રસ્તે ડમ્પીંગ સાઈટમાં ઠલવવામાં આવે છે. 

 
ડમ્પીંગ સાઈટમાં હેઝર બાયોટેક કંપની દ્વારા કોર્પોરેશનની જગ્યા અને સુવિધામાં પ્રોસેસીંગ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા બે-ત્રણ વર્ષથી પ્રોસેસીંગ પ્લાન્ટ જ બંધ છે. કોન્ટ્રાક્ટર પ્લાન્ટ બંધ કરી છૂમંતર થઈ ગયો અને કોર્પોરેશન હાથ પર હાથ ધરી બેસી રહ્યું.બે-ત્રણ વર્ષથી પ્રોસેસીંગ જ બંધ હોવાથી ડમ્પીંગ સાઈટ કચરાના ઢગલા નહીં ડુંગરા થઈ ગયા છે. 
 
તંત્રની પહેરદારી છતાં આખો પ્લાન્ટ ગાયબ !

કચરાના પ્રોસેસીંગ પ્લાન્ટ બાબતે કોર્પોરેશનના અધિકારીઓ અને પધાધિકારીઓ બન્ને સુતા જ રહ્યા હતા. પ્લાન્ટ બંધ થતા કોન્ટ્રાકટર દ્વારા એક પછી એક તમામ કિંમત િચજ-વસ્તુ રાતોરાત પણ કરી દેવાઈ છતાં તંત્રને ધ્યાનમાં જ નહીં આવ્યું હોય ? તેવા અનેક પ્રશ્નોનો આજે પણ તંત્ર પાસે પ્રત્યુત્તર નથી. વર્ષોથી બંધ પડેલા પ્રોસેસીંગ પ્લાન્ટમાં કચરાના ગંજ ખડકાયા છે. જ્યાં ભંગારી અને કચરો વીણવાવાળા આવે તેને પણ કચરો વીણવા માટે સ્થળ  પર એક િદવસના રૂા.50 આપ્યા બાદ કચરો વીણવા દેવામાં આવે છે.
 
રોડના સળિયા પણ ચોરાઈ ગયા !!
 
ડમ્પીંગ સાઈટ સુધી ચોમાસા જેવી ઋતુમાં ટ્રેક્ટર અને ટેમ્પલબેલને પહોંચવા માટે કોર્પોરેશન દ્વારા અંદાજે રૂા.50 લાખમાં ખર્ચે RCC રોડ બનાવ્યો હતો. તંત્ર્નું આંધળાપણું તો ત્યાં હદ વટાવે છે કે, RCC રોડ પર બ્રોકર ચલાવી રોડ તોડી તેના સળીયા પણ ગૂમ થઈ ગયા છે.
 
અલ્ટ્રાટેક દ્વારા કચરો લઈ જવામાં આવશે

^નારી રોડ પરનો કચરાનો પ્રોસેસીંગ પ્લાન્ટ ઘણા સમયથી બંધ છે તેમજ વેસ્ટ ટુ એનર્જી પ્રોજેક્ટ અંતર્ગત MOU પણ થયેલા છે. જે આગામી દોઢ-બે વર્ષમાં શરૂ થશે તે પૂર્વે અલ્ટ્રાટ્રેક કંપની દ્વારા ડમ્પીંગ સાઈટથી કચરો લઈ જશે. > આર.જી. શુકલ, કાર્યપાલક ઈજનેર-સોલીડ વેસ્ટ
 
 
અન્ય સમાચારો પણ છે...