ઘોઘાના ગામડાંમાં એક સપ્તાહ માટે ઇન્ટરનેટ બંધ

જમીનનો કબજો મેળવવા માટે કરવામાં આવી રહેલી કામગીરીને કારણે ગ્રામ્યજનો અને ખેડૂતો સાથે ઘર્ષણના સ્પષ્ટ એંધાણ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 01:33 AM
Close the internet for a week in Ghogha villages
ભાવનગર: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના બાડી અને આજુબાજુના 12 ગામોમાં ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા અગાઉ સંપાદિત કરવામાં આવેલી જમીનનો કબજો મેળવવા માટે કરવામાં આવી રહેલી કામગીરીને કારણે ગ્રામ્યજનો અને ખેડૂતો સાથે ઘર્ષણના સ્પષ્ટ અેંધાણ વર્તાઇ રહ્યા છે. તંત્ર દ્વારા પણ અગમચેતીના પગલા રૂપે ઘોઘા તાલુકાના ગામડાઓમાં 1લીથી 8મી એપ્રિલ સુધી સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને સભા-સરઘસ કાઢવા પર પ્રતિબંધ, 4થી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ, રોડ-રસ્તા, શેરી ચોક બંધ કરાવવા માટે પોલીસને સત્તા આપવામાં આવી છે.

X
Close the internet for a week in Ghogha villages
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App