ચીનની દિવાલ પર ભાવનગરના યોગગુરૂએ યોગના પાઠ શિખવ્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર: ગ્રેટ ચાઈના વોલ જે વિશ્વની 7 અજાયબીઓમાં સ્થાન ધરાવે છે, તેના ઉપર યોગ કરાવીને ભાવનગરના યોગગુરૂ ડો.મહેબૂબ આર.કુરેશીએ 2018નો ઈન્ટરનેશનલ યોગ એવોર્ડ મેળવ્યો છે. તા.19થી 28 જુલાઈ દરમિયાન ચીનના બેઈજીંગ, શીન્દાઉ, વે-ફાંગ ખાતે અલગ-અલગ 16 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્ટરનેશનલ યોગ એસોસિએશન, ચાઈના તેમજ એમ.ક્યુ.ઈન્ટરનેશનલ યોગ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટ તરફથી માઓ જેડોંગ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યૂટના ફાઉન્ડર મિસ યુઆન ઝાંગ ડો.કુરેશીની ભારતીય યોગ વિદ્યાર્થી ખૂબજ પ્રભાવિત થયા હતા અને યોગ શીખવવાની સરળ તેમજ પરિણામલક્ષી પદ્ધતિને બિરદાવી હતી. 

 

માસ્ટર્સ ટ્રેનરને તૈયાર કર્યો..

ભાવનગર ખાતે અગાઉ શિક્ષણાધિકારી કચેરીમાં સ્પોર્ટ્સ ઓફિસર તરીકે અને હાલ અમદાવાદ ખાતે શિક્ષણ વિભાગમાં તેઓ ફરજ બજાવી રહ્યાં છે. ચીનની દીવાલ ઉપર તેમણે ત્યાંના માસ્ટર્સ ટ્રેનરને તૈયાર કર્યા હતા, જેઓ હવે ચીનમાં યોગનો પ્રચાર-પ્રસાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેબૂબખાન કોઈપણ યોગ શિબિરનો ચાર્જ લેતા નથી અને કોઈપણ ધર્મના વાડાબંધીમાં પડ્યા વિના વિનામૂલ્યે યોગ શીખવી રહ્યાં છે. 


જેડોંગ એટલે ચીનના ગાંધી 
મહેબૂબ કુરેશીને જે માઓ જેડોંગ ઈન્ટરનેશનલ યોગ એવોર્ડ પ્રાપ્ત થયો છે, તે માઓ જેડોંગ ચીનના ગાંધી કહેવાય છે. ભારત દેશની કરન્સી રૂપિયામાં જે રીતે ગાંધીજીનો ફોટો પબ્લિશ થાય છે, તે રીતે ચીન દેશની કરન્સી યુઆનમાં જેડોંગનો ફોટો પબ્લિશ થાય છે. આમ, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભાવનગરને યોગ ક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે. 

અન્ય સમાચારો પણ છે...