ભાવનગર: લગ્ન નોંધણીની ફાઇલો જ ગુમ થઇ ગઇ !

Bhavnagar: Files of marriage registration were lost
Bhaskar News

Bhaskar News

Apr 01, 2018, 03:47 AM IST

ભાવનગર: વ્યક્તિના આધાર-પુરાવાની ખુબ જ અગત્યતા હોય છે. જેથી જ પોલીસ તંત્ર પણ આધાર-પુરાવાની નકલ પણ ગેરવલ્લે ન જાય તેની તકેદારી રાખવા જણાવે છે. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાનો આરોગ્ય િવભાગ તે બાબતે તદ્દન નિષ્ક્રિય છે. લગ્ન નોંધણી માટે ઓનલાઇન અરજી કર્યા બાદ ટ્રુ કોપી કરેલા અગત્યના ડોક્યુમેન્ટની કોર્પોરેશનમાં રજૂ કરેલી આખે આખી ફાઇલો જ ગુમ થઇ ગઇ છતાં તંત્રને તેની ગંભીરતા નથી.


છેલ્લા ઘણાં વર્ષોથી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા મેરેજ રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન અરજી કર્યા બાદ લગ્ન થયેલ યુવક-યુવતીના અગત્યના આધાર-પુરાવા ટ્રુ કોપી કરીને આપ્યા બાદ તેઓને પ્રમાણ પત્ર આપવામાં આવે છે. પરંતુ કોર્પોરેશનને યુવકત-યુવતીએ ટ્રુ કોપી કરેલા આધાર-પુરાવા બાબતે કોઇ ગંભીરતા જ ન હોય તેમ ઘણા કિસ્સાઓમાં રજૂ કરેલ ફાઇલ જ ગુમ થઇ ગયા બાદ બીજી વખત અાધાર-પુરાવા રજૂ કરવા તંત્ર તરફથી સૂચના મળે છે.

આગલી ગંભીર ક્ષતિ છતાં કોઇ કાર્યવાહી થતી નથી. ગુમ થયેલી ફાઇલમાં ખુબ જ અગત્યના આધાર-પુરાવાની ટ્રુ કોપી કરેલી નકલો સામેલ હોય છે તે આધારના કોઇ દુરૂપયોગ કરે તો જવાબદારી કોની બનશે ? ડોક્યુમેન્ટ બાબતે પોલીસ તંત્ર પણ એટલું જ ગંભીર છે અને ડોક્યુમેન્ટના ગેરઉપયોગ કરી ગુનાઓ આચરાયાના બનાવો બન્યા છે ત્યારે આ ગંભીર ક્ષતિ બાબતે તાત્કાલિક િનવારણ જરૂરી છે.

ફાઇલમાં શું હોય છે ડોક્યુમેન્ટ ?
વરનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મનું પ્રમાણ પત્ર - વરનું આઇડી પ્રુફ - કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / જન્મનું પ્રમાણ પત્ર -કન્યાનું આઇડી પ્રુફ - બે સાક્ષીના આઇડી પ્રુફ -વિધિકારનું આઇડી પ્રુફ - 100+100ના એગ્રીમેન્ટ સ્ટેમ્પ - લગ્ન સંસ્કાર પ્રમાણપત્ર, કંકોત્રી અથવા નિકાહ નામુ.

ફાઇલ ગુમ થઇ છે, બીજી રજુ કરાશે
મે મેરેજ રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન અરજી કરી છે. આધાર-પુરાવા સાથેની ફાઇલ રજૂ કર્યા બાદ સર્ટી. લેવા ગયો ત્યારે મને જણાવાયું કે, મારી ફાઇલ ગુમ થઇ ગઇ છે અને બીજી વખત તમામ ડોક્યુમેન્ટ રજૂ કરવા જણાવ્યું છે. - એમ.બી. ચૌહાણ, અસરગ્રસ્ત

તપાસ કરી, ચોક્કસ પગલા લેવાશે
મેરેજ રજિસ્ટ્રેશન માટે રજૂ થયેલી ફાઇલ અમારા રેકર્ડમાં પાંચ વર્ષ રાખીએ છીએ. ફાઇલ ગુમ થયાનું મને જાણમાં નથી પરંતુ તે બાબતે તપાસ કરી ચોક્કસ પગલા ભરવામાં આવશે. ફાઇલ ગુમ થઇ ગંભીર બાબત છે. - ડૉ.આર.કે. સિન્હા, આરોગ્ય અધિકારી, મ્યુ. કોર્પો.

X
Bhavnagar: Files of marriage registration were lost
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી