ભાવનગર: તંત્રના વિવાદમાં ભિક્ષુકની લાશ અંતિમવિધિ માટે રઝળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

 

ભાવનગર: સરકારી તંત્રવાહકોમાં જાણે માનવતા મરી પરવારી હોય તેમ સિહોર રેલવે સ્ટેશન પરથી મળેલી અજાણ્યા ભિક્ષુકની લાશ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ તેની અંતિમવિધી માટે ભાવનગર અને સિહોરની હદના વિવાદને કારણે આખો દિવસ રઝળી રહી. અંતે સમાજસેવકોએ વ્યવસ્થા કરી અજાણ્યા ભિક્ષુકની અંતિમવિધી કરી હતી.સિહોર રેલવે સ્ટેશનમાંથી બે દિવસ પૂર્વે અજાણ્યા ભિક્ષુકની લાશ રેલ્વે પોલીસને મળતા મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે લવાયો હતો જ્યાં પોસ્ટમોર્ટમ થયા બાદ અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ હોવાથી બિનવારસી તરીકે તેના અંતિમ સંસ્કાર કરવાના હોય છે.

 

 

જે માટે ભાવનગર કોર્પોરેશને મહાનગરપાિલકાની હદ બહાર સિહોર રેલ્વે સ્ટેશને મૃત્યુ થયું હોવાથી તેના દ્વારા અંતિમ સંસ્કાર થઈના શકેનું કહ્યું જ્યારે ભાવનગર પી.એમ. થયું હોવાથી સિહોરવાળાએ પણ અંતિમ સંસ્કાર માટે નનૈયો ભણ્યો હતો. સામાન્યત: અજાણી લાશ માટે પોલીસ તંત્ર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ 24 કલાક પોસ્ટમોર્ટમ રૂમમાં રાખે અને અંતિમવિધિ માટે સ્થાનિક તંત્રને જાણ કરે છે. જો ભાવનગર મહાપાલિકાની હદમાં મૃત્યુ થયુ હોય તો તેની વિધી સોલીડ વેસ્ટમેનેજમેન્ટ દ્વારા થાય અને જો હદની બહાર હોય તો જે-તે વિસ્તારમાં અંતિમવિધિ માટે જાણ કરાય છે.

 


પરંતુ અજાણ્યા ભિક્ષુકની લાશની અંતિમવિધિ માટે કોઈ તંત્ર સ્વીકાર નહીં કરતા આખો દિવસ લાશ રઝળી હતી. અંતે સામાજિક કાર્યકરો શબ્બીર ખલાણી, બિલાલ લાકડાવાળા સહિતનાએ અંતિમવિધિના ખર્ચની વ્યવસ્થા કરી હતી. જોેકે, કોર્પોરેશનને અજાણ્યા ભિક્ષુકની અંતિમવિધિ માટે મૌખિક કે લેખિત જાણ જ કરાઈ નહીં હોવાનું અધિકારી દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...