Home » Saurashtra » Latest News » Bhavnagar City » Bhavenana Gir lions in front of the public is not even slightly lower

ગીરના સાવજ સામે ભાવેણાના સિંહ સહેજ પણ કમ નથી

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 02:34 AM

ઘાસિયા પ્રદેશ તરીકે જાણીતા બનેલા ભાવનગરમાં સિંહની સંખ્યા 37થી વધીને છેલ્લા 3 વર્ષમાં 55 થી 60 સુધી પહોંચી હોવાનો અંદાજ

  • Bhavenana Gir lions in front of the public is not even slightly lower

    ભાવનગર: ગીરના સિંહની ઓળખ સિમાડા પાર ઓળંગી ગઇ છે, તેવી જ રીતે ભાવનગરના સિંહ પણ વૈશ્વિક ફલક પર ચમકી શકે તેવી ક્ષમતા, વિશેષતા જોવા મળી રહી છે, સિંહના ઘર સમાન બૃહદગીરમાં ભાવનગરનો સમાવેશ કરાયો છે, સાથોસાથ સલામતિમાં પણ વધારો થયો છે, ભાવનગરમાં સને. 2010માં 33 સિંહની વસ્તી હતી જે વધીને સને.2015માં 37 થઇ ગઇ હતી અને 2018ના વર્ષમાં આ સંખ્યા વધીને 55 થી 60 આસપાસ હોવાનું જાણવા મળી રહ્યુું છે.

    ભાવનગરે ઘાસિયા પ્રદેશ તરીકે નવી ઓળખ મેળવી છે. મતલબ કે, ગીરના સિંહ સામે ભાવનગરના સિંહ પણ બિલકુલ નથી કમ. જેસર, પાલિતાણા, તળાજા સહિતના પથંકમાં સિંહનો વસવાટ વધ્યો છે.ગીરમાં જેવી રીતે જંગલ વિસ્તાર છે, ત્યાની રહેંણીકહેણી છે, ખોરાક છે, તે તમામ બાબતે ભાવનગરમાં ભિન્નતા જોવા મળી રહી છે, અહીં ઘાંસિયા વિસ્તારો હોવાથી અહીંના સિંહ અને ગીરના સિંહમાં ઘણો તફાવત છે, જુદાંપણંુ છે, પરંતુ ભાવનગરના સિંહની એક નવી અોળખ પણ છે. છેલ્લી ગણતરીમાં સૌથી વધુ 268 સિંહ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં હોવાનુ જાણવા મળ્યુ હતું.

    કઇ રીતે જુદા પડે છે ભાવનગરના સાવજ

    ડીએફઓ સંદિપકુમારે વધુમાં જણાવ્યું હતું કે ભાવનગરના અને ગીરના સાવજમાં જીનેટિકલી કોઇ ફેર નથી પરંતુ વર્તણુંકની રીતે થોડા જુદા છે. ગીરના સિંહ પોતાની જાતને રાજા તરીકે જાળવીને પરિવારને પ્રોટેક્ટ કરવાની ભૂમિકા અદા કરતા જોવા મળે છે જયારે ભાવનગર જિલ્લાના સાવજનો સ્વભાવ એ રીતનો નથી જોવા મળતો. ગીરના સિંહનો મુખ્ય ખોરાક ચિતલ, હરણ છે જ્યારે ભાવનગરમાં સિંહને નીલગાય આસાનીથી મળી રહે છે. ગીરના સિંહને ખોરાકની શોધ અને શિકાર માટે મહેનત કરવી પડે છે આથી તેમનું શરીર પ્રમાણમાં સપ્રમાણ છે જ્યારે ભાવનગર જિલ્લાના સિંહોને આસાનીથી શિકાર મળી જતો હોવાથી તેમને મહેનત ઓછી કરવી પડતી હોવાથી અહીંના સિંહો પ્રમાણમાં હૃષ્ટપુષ્ટ જોવા મળી રહ્યા છે.

    ભાવેણાના સિંહને મળશે નવી ઓળખ

    ભાવનગરની અનેક વિશેષતા છે, સિંહની સલામતિ ઉપરાંત ઘાસિયા પ્રદેશના લીધે ભાવનગર અનેક રીતે વિભિન્નતા ધરાવે છે, તે ખોરાક હોય કે બાંધો હોય કે અન્ય બાબતે ગીર અને ભાવનગરના સિંહમાં ઘણુ જુદાપણંુ તો ખરૂ પણ વિશેષતાઓ પણ છે. ભાવેણાના સિંહને નવી ઓળખ મળશે. - ડો.સંદિપકુમાર, ડી.એફ.ઓ.ભાવનગર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ