16 દિવસનું બાળક ગૂમ થયું : ટાંકામાંથી લાશ મળી

બાળકના મોત અંગે રહસ્ય અકબંધ, ભિક્ષાવૃતિ માટે આવેલા સાધુ પર અંગુલી નિર્દેશ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 03:38 AM
16-day child lost: found dead body in a tank

ભાવનગર: રહસ્યમય અને ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કુંભારવાડા વિસ્તારમા઼ સર્કલ નજીક આવેલ કબ્રસ્તાનની સામેનાં મારુતીનગરમાં રહેતા અનિલભાઇ દિનેશભાઇ પરમારના ઘરે આજે સવારે 9-30 વાગ્યા આસપાસ ત્રણ બાવા જેવા શખ્સો ભિક્ષાવૃતી માટે આવ્યા હતા અને તેમના ઘરના પરિવારજનોએ રોકડ રકમ પણ તેમને આપી હતી. આ શખ્સો ગયા બાદ ઘરમાં પારણામાં સુતેલુ અનિલભાઇનું માત્ર 16 દિવસનું બાળક ગુમ થયું હતુ. જે અંગેની જાણ થતા પરિવારમાં હડકંપ મચી ગયો હતો અને પરિવારજનો તેમજ આડોસી-પાડોસી સૌ બાળકને ગોતવામાં પડી ગયા હતા.

દરમ્યાન ભિક્ષા લઇ ગયેલા બાવાઓને લોકોએ તુલસી પાર્ક નજીકથી ઝડપી લીધા હતા અને ડી ડીવીઝન પોલીસને હવાલે કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન જે બાળક ગુમ થયું હતુ. તેની લાશ તેના જ ઘરમાં ફળીયામાં આવેલા પાણીના ટાંકામાંથી મળી આવતા અરેરાટી પ્રસરી જવા પામી હતી.લોકોએ બાળકની લાશને બહાર કાઢી હોસ્પીટલમા ખસેડા હતી.આ બાળકનો જન્મ સીઝેરીયનથી થયો હતો. જેથી તેની માતા તબીબોની સુચના મુજબ આરામમા હતા.

બનાવની જાણ થતાં અને ગંભીરતાને ધ્યાને લઇ સીટી ડીવાયએસપી મનીષ ઠાકર ભાવનગર એલસીબી, SOGની ટીમો બનાવ સ્થળે દોડી ગયેલ.ડીવાયએસપી સર ટી. હોસ્પીટલ ખાતે પહોંચ્યા હતા. ડી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ કે.એમ.રાવળે બાવાઓની પૂછતાછ હાથ ધરતા તેમા તેઓએ બાળક ન લીધુ હોવાનું જણાવ્યું હતુ. જ્યારે પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો હતો કે બાળકને આ બાવા લોકો જ ઉપાડી ગયા છે અને બાદમાં કુંડીમા નાખી દીધુ છે. જો કે પોલીસે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને ટુંક સમયમાં આ ઘટનાનો ભેદ ઉકેલાવાની શકયતા વ્યક્ત કરી છે.
પોલીસે બાળકના પરિવારજનો અને આડોશી પાડોશીઓના નિવેદનો લેવા અને પુછતાછની કાર્યવાહી પણ હાથ ધરી છે.

મહિલાએ કહ્યુ કે પાણીના ટાંકામાં તપાસ કરી ?

ઘટના સ્થળના પાછળના ભાગેથી આવેલ એક મહિલાએ ભોગ બનનાર બાળકના પરિવારજનોને કહયું કે તમે આમતેમ તપાસ કરો છો તો તમારા ઘરના ફળીયામા આવેલા પાણીના ટાંકામાં તપાસ કરી અને તે વખતે હાફળા ફાફાળા બનેલા પરિવારજનોએ પાણીના ટાંકામાં તપાસ કરતા બાળકની લાશ પાણીના ટાંકામાંથી મળી આવેલ. ત્યારે અચાનક પાણીના ટાંકામાં તપાસ કરવાનુ કહેનાર આ મહિલા કોણ ω તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

X
16-day child lost: found dead body in a tank
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App