તરણેતરના મેળામાં પશુઓની સ્પર્ધા યોજાઇ: બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સ્થાપેલ યજ્ઞપુરુષ ગૌશાળાનો પાડો રાજ્યમાં પ્રથમ

જાફરાબાદી પાડો તેની છ પેઢીથી સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરે છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:41 AM
જાફરાબાદી પાડો
જાફરાબાદી પાડો

સારંગપુર: વિશ્વપ્રસિદ્ધ તીર્થધામ સારંગપુરમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની સાથે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે સ્થાપેલ યજ્ઞપુરુષ ગૌશાળા પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. સેંકડો લોકો રોજ ત્યાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પશુઓ નિહાળવા પધારે છે.


તાજેતરમાં યોજાયેલ તરણેતરના પ્રસિદ્ધ લોકમેળામાં ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા પશુઓની સ્પર્ધા યોજાઈ હતી. જે તે પશુની જાત, દૂધ, રૂપ અને સ્વાસ્થ્ય આ ચાર માપદંડ અનુસાર વિજેતા નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં સારંગપુરની યજ્ઞપુરુષ ગૌશાળાના જાફરાબાદી પાડા ‘પૃથ્વીનાથ’નો સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આવ્યો હતો. આ સિવાય ‘ભાગ્યશ્રી’ નામની ગીર વાછરડીનો પણ સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમાંક આવ્યો હતો. સાથે જ ‘અંજુસતી’ નામની જાફરાબાદી ભેંસનો સમગ્ર ગુજરાતમાં ત્રીજો ક્રમાંક આવ્યો હતો. જેની ઉંમર ૪ વર્ષ, ૩ મહિના, ૧૪ દિવસ છે. આ સારંગપુર ગૌશાળાએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે.


ઉલ્લેખનીય છે કે આ ગૌશાળાના ગાય, ભેંસ, પાડા, ઘોડા-ઘોડી આદિ પશુઓ વર્ષોથી ગુજરાત તેમજ ભારતમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનતા આવ્યા છે. તેમાં પણ જાફરાબાદી પાડો તેની છ પેઢીથી સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરે છે.

ગીર વાછરડી
ગીર વાછરડી
જાફરાબાદી ભેંસ
જાફરાબાદી ભેંસ
X
જાફરાબાદી પાડોજાફરાબાદી પાડો
ગીર વાછરડીગીર વાછરડી
જાફરાબાદી ભેંસજાફરાબાદી ભેંસ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App