65 વર્ષ પછી ગેસની સુવિધામાં વલભીપુર શહેરને મળી આઝાદી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- એજન્સીની ફાળવણીથી ગ્રાહકોને રાહત
- તાલુકાનું મથક હતુ પરંતુ ગેસ સિલીન્ડર લેવા સિહોર અથવા ઉમરાળા છેક લાંબુ થવુ પડતુ હતુ
વલભીપુર: વલભીપુર શહેર તેમજ તાલુકાની અંદાજે 1.10 લાખ જેટલી વસ્તી હોવા છતાં આ તાલુકાને સરકારી ગેસ એજન્સી ફાળવણી કરવામાં તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હતાં. હવે ગેસ માટે શહેર કે તાલુકાનાં લોકોને ઉમરાળા કે શિહોર તાલુકાની ગેસ એજન્સી ઉપર આધાર રાખાવો નહીં પડે કારણ કે વલભીપુર તાલુકાને હિ‌ન્દુસ્તાન પેટ્રોલીયમ(એચ.પી.) કંપની એ મહાદેવ ગેસ એજન્સીને લાયસન્સ ફાળવણી કરવામાં આવતા હાલ આ રીવરવ્યુ કોમ્પલેક્ષ ખાતે આવેલી ઓફીસ એજન્સી છેલ્લાં ૪-પ દિવસથી આ અંગેની કાર્યવાહીનો આરંભ કરેલ છે.

હાલમાં આ એજન્સી માત્ર નવા ગ્રાહકોની નોંધણી કરીને ગેસ સીલીન્ડરની ફાળવણી કરી શકશે. જયારે જુના ગ્રાહકો કે જેઓ હાલ અન્ય તાલુકાની એજન્સીનાં ગ્રાહકો છે. તે ગ્રાહકોનો હજુ આ નવી એજન્સીમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. જો કે હાલની કેન્દ્ર સરકાર વલભીપુર તાલુકાનાં લોકોનું વર્ષો જુનુ ગેસ એજન્સીનું સ્વપ્ન પરીપૂર્ણ કરવામાં આવતા લોકોને નવી સુવિધા પ્રાપ્ત થતાં અન્ય ઉમરાળા, શિહોર તાલુકા સુધી લાંબા થવા માંથી મુકિત મળી છે. અને નવા ગ્રાહકોને હવે ઘેર બેઠા ગેસ સીલીન્ડર મળવા લાગશે.
અન્ય સમાચારો પણ છે...