તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્ષુદાન-દેહદાનની જાગૃતિ માટે મિની બસમાં ખેડશે પાંચ ખંડોનો પ્રવાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ચક્ષુદાન અને દેહદાન અંગે લોકોમાં જાગૃતિ કેળવવાની ભાવના સાથે ભાવનગરના પાંચ સમાજસેવકો તા.24 માર્ચને શુક્રવારથી વિશ્વ પ્રવાસે રવાના થશે. ભાવનગરના વતનીઓ એસ.ડી. રાવળ, કરશનભાઇ ડાંગર, દીપક વ્યાસ, એમ.એન.ટાંક અને હમીરભાઇ ચાવડાએ વિશ્વના 5 ખંડોના 58 દેશોનો પ્રવાસ કરવાની યોજના તૈયાર કરી છે. આ પ્રવાસ માટે એક મિની બસની ખરીદી કરી છે તેમાં રહેવા, ખાવા અને જમવાની સુવિધાઓ છે. જ્યારે ચંદ્રેશ્વર મહાદેવ અને ગંગાજળીયા કાર્નીવલમાં સક્રિય રહેલા હિતેશભાઇ વ્યાસ (પેઇન્ટર)ના મોટાભાઇ દીપકભાઇ વ્યાસ પણ આ પ્રવાસમાં જોડાનાર છે. 

આ પ્રવાસનો આરંભ પૂર્વના થઇને એશિયાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ યુરોપ, આફ્રિકા, અમેરિકા અને દક્ષિણ અમેરિકા ખંડોનો પ્રવાસ પૂર્ણ કરાશે અને સમગ્ર આયોજનને પૂર્ણ કરાતા 375 દિવસનો સમયગાળો લાગશે. આ વ્યવસ્થા માટે એસ.ડી.રાવલે વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરી છે અને તમામ ખર્ચ આ સભ્યોએ ભોગવ્યો છે. તા.24 માર્ચને શુક્રવારે સાંજે 5 કલાકે ઔદિચ્ય જ્ઞાતિની વાડી, સિંધુનગરથી આ પ્રવાસને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. સાંસદ ભારતીબહેન, ધારાસભ્ય વિભાવીબહેન દવે, પ્રતાપભાઇ શાહ વિ. ઉપસ્થિત રહેશે. 

મિની બસમાં ખેડશે પાંચ ખંડોનો પ્રવાસ
મિની બસમાં આ પાંચ ભાવનગરીઓ બેસીને પાંચ ખંડો અને તેના 58 દેશોનો પ્રવાસ ખેડશે. આ બસમાં ડિઝલ ચૂલાથી ચાલતુ રસોડું, ઉપર પાણીવાળો બાથરૂમ વિ. સુવિધા છે. જ્યાં બસને દોડવા માટે માર્ગ સેવા નહીં હોય તો દરિયાઇ સેવાનો ઉપયોગ કરાશે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ પર ક્લિક કરો
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો