તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં 4.7ની તિવ્રતા સાથે ભૂકંપનો આંચકો, કોઇ જાનહાની નહીં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર: લાંબા સમયના અંતરાળ બાદ ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં આજે સવારે 9.24 કલાકે 4.7 રિકટર સ્કેલના મધ્યમ કક્ષાના ગણી શકાય તેવા ભૂકંપના ત્રણથી ચાર સેકન્ડ સુધી અનુભવાયેલા ભૂકંપના આંચકાથી પ્રજાજનો ભયભીત થઇ ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આજના આ આંચકાથી જાનમાલની હાનિના કોઇ સમાચાર નથી તે એક સારા સમાચાર છે. 4.7 રિકટર સ્કેલના આંચકાનું એપી સેન્ટર સુરત નજીક 24 કિ.મી લપાડ પાસે નોંધાયું તો ત્યાર બાદ ભાવનગરમાં સવારે 11.23 કલાકે 2.8 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો હતો. જો કે આ ભૂકંપની તીવ્રતા મામૂલી હોવાથી મોટા ભાગના લોકોએ તેનો અનુભવ કર્યો ન હતો. 2.8 રિકટર સ્કેલના ભૂકંપનું એ.પી.સેન્ટર ભાવનગર નજીક 25 કિ.મી દુર ખંભાતના અખાતમાં નોંધાયું હતુ.
ભૂકંપની અનુભૂતિથતા લોકો આવાસો છોડી બહાર દોડી આવ્યા હતા

ભાવનગર ખાતે આજે રવિવારની રજાના મૂડમાં ભાવેણાવાસીની સવાર રોજ કરતા થોડી મોડી પડી હોય અને નાસ્તા પાણી ચાલતા હોય તે સમય સવારે 9.24 કલાકના સમયે એકાએક જમીન ધ્રૂજવા લાગી અને ભૂકંપ છે તેવી અનુભૂતિ થતાની સાથે જ પળવારમાં લોકો પોત પોતાના આવાસોની બહાર દોડી આવ્યા હતા. આ આંચકો મધ્યમ તીવ્ર કહી શકાય તેવો હોવાથી સમગ્ર શહેર અને જિલ્લામાં અનુભવાયો હતો. લોકોએ એક બીજા સગા વહાલા અને સંબંધીની ચિંતાભરી પૂછપરછ કરી હતી.
બે સરકારી વિભાગના રિક્ટર સ્કેલ જુદા-જુદા
આજે સવારે સુરત નજીક એપી સેન્ટરવાળા ધરતીકંપના આંચકાની તીવ્રતા બાબતે બે સરકારી વિભાગ અલગ અલગ આંકડા દર્શાવે છે. ઇન્સ્ટીટ્યૂટ ઓફ સિસ્મોગ્રાફી રિસર્ચ(ગુજરાત) દ્વારા આ આંચકાનો રિકટર સ્કેલ 4.7 દર્શાવાયો છે તો કેન્દ્ર સરકારના ઇન્ડિયન મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (આઇએમડી) દ્વારા આ આંચકાની તીવ્રતા 4.5 રિકટર સ્કેલની દર્શાવાઇ છે. તો સમયમાં પણ એક મિનિટનો ફેર છે. આમા કોને સાચું માનવું ? આવું જ સરકારી વરસાદના આંકડામાં પણ જોવા મળે છે જેમાં હવામાન વિભાગના આંકડા જુદા હોય છે અને ફ્લડ કંટ્રોલ વિભાગના આંકડા જુદા હોય છે.
વસ્તુ, સાધનોનું લીસ્ટ તૈયાર રખાય છે
વધુ તિવ્રતાનો ભૂકંપ આવે અને સંભવિત જાનમાલને નુકસાન થાય તો કટર, જેસીબી ટેક્સી જેવા અન્ય વાહનો સહિતનું લીસ્ટ તૈયાર જ હોય છે. જિલ્લા અને તાલુકા મથકોએ તમામ તૈયારીઓ હોય છે. મોટી કોઈ ઘટના બને તો 400 જેટલા સરકારી વિભાગ છે. તમામની રજા રદ કરીને તુરંત કામે લગાડી દેવાય છે. કોઈ જિલ્લાને મોટુ નુકસાન થાય તો અન્ય જિલ્લામાંથી પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઉભી રહી જાય છે, ઘટનાની સ્થિતિ નક્કી ન હોય, એટલે ઘટના આધારિત કામગીરી અને કાર્યવાહી થતી હોય છે.- બંછાનિધી પાની, કલેકટર, ભાવનગર જિલ્લો

ભૂકંપ બાદ જાનમાલની કોઇ હાનિ ન થવાનું જાણતા હાશકારો અનુભવ્યો

જો કે આ આંચકાથી શહેર કે જિલ્લામાં જાનમાલની કોઇ હાનિ થઇ નથી તેવા સમાચાર મળ્યા છે. આજે સવારે આંચકો અનુભવાયા બાદ ફટર શોકની આગહી કરવામાં આવી હતી અને સવારે 11.23 કલાકે ભાવનગરથી 25 કિ.મી દુર ખંભાતના અખાતમાં પીરમ બેટ પાસે એપી સેન્ટર ધરાવતો 2.8 રિકટર સ્કેલનો હળવો આંચકો અનુભવાયો હતો. જો કે ભાવનગર શહેરમાં તેની અનુભૂતિ મોટા ભાગનાને થઇ ન હતી. તળાજામાં સવારે લોકો પોતાના ઘરમાં હતા ત્યારે આંચકો લાગતા જ ઘરમાં વાસણો ખખડવા લાગ્યા હતા અને ચિંતાગ્રસ્ત લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે બાદમાં કોઇ હાનિ ન જોવાનું જાણતા હાશકારો અનુભવ્યો હતો.

મધ્યમ કક્ષાના 4.7 રિકટર સ્કલેનો આંચકો સમગ્ર જિલ્લામાં અનુભવાયો

વલ્લભીપુરમાં 2001ના 26 જાન્યુઆરીના ભયંકર ભૂકંપ બાદ આજે 16 વર્ષ બાદ ધરતીકંપ સવારે અનુભવાયો હતો. જો કે ક્યાંય જાનમાલની હાનિ થઇ નથી. આવી જ રીતે સિહોરમાં પણ ભૂકંપ અનુભવાયો હતો. જ્યારે મહુવા શહેર અને તાલુકાના લોકોને થઇ હતી. આજે સવારે આવેલા ભુકંપના આચકાની અસર શહેર અને તાલુકાના લોકોએ અનુભવી હતી. મહુવા પંથકના ગુંદરણા અને થોરાળા વિસ્તારમાં આ આચકો થોડોક વધુ અનુભવાયો હતો શહેરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા લોકો કરતાં પહેલા-બીજા માળે રહેતા લોકોને ભુકંપના આચકાની અનુભુતી વધુ થઇ હતી. આમ, ભાવનગર શહેરમાં આજે 4.7 અને બાદમાં 2.8 રિકટર સ્કેલના બે આંચકા લાગ્યા હતા જેમાં પહેલા મધ્યમ કક્ષાના 4.7 રિકટર સ્કલેનો આંચકો સમગ્ર જિલ્લામાં અનુભવાયો હતો.
આગળની સ્લાઇડમાં વાંચો, સોશિયલ મિડીયા પર મેસેજનો મારો.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો