ભાવનગરઃ શોભાવડ ગામે બે યુવતીઓ સહિત ત્રણ સાથે ચાર શખ્સોએ આચર્યુ દુષ્કર્મ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: ભાવનગર જિલ્લામાં તળાજા નજીકના શોભાવડ ગામે દલીત પરિવારની એક બાળા અને બે યુવતી પર દોઢ વર્ષ પૂર્વે ચાર યુવાનોએ દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના આજે બહાર આવતા ભારે ચકચાર મચી ગઇ છે. અને આ દુષ્કર્મ આચરનાર સામે ફીટકાર વરસી રહ્યો છે. આ બનાવની જાણ થતા જ એસપી દિપાંકર ત્રિવેદી પણ દોડી ગયા હતા. અને ચાર પૈકી એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

- 2 દલિત સગીરા, 1 યુવતી પર સામૂહિક દુષ્કર્મ, SP દોડ્યા
- જધન્ય કૃત્ય | સુનમુન રહેતી બાળાને પૂછતાછ કરતા રડતી આંખે આપવીતી વર્ણવી
- શોભાવડ ગામે દોઢ વર્ષ પહેલા કુકર્મ આચરનાર ગામના જ ચાર યુવાનો સામે વરસતો ફિટકાર : ભોગ બનનારમાં બે સગી બહેનો

તળાજા તાલુકાના શોભાવડ ગામે એક દલિત પદાધિકારીની સગીર પુત્રી છેલ્લા કેટલાક સમયથી ગુમસુમ રહેતી હોવાથી તેની માતાએ તેને આ અંગેનુ કારણ પુછ્યું હતું. જેના જવાબમાં આ સગીર બાળા ધ્રુંસકે ધ્રુંસકે રોઇ પડી હતી અને પોતાની સાથે દોઢ વર્ષ પહેલા ગામના જ યુવાનોએ દુષ્કર્મ આચર્યુ હોવાની કેફીયત વર્ણવી હતી. એટલુ જ નહીં આ સગીર બાળાની બીજી એક બહેન અને અન્ય યુવતી સાથે પણ દુષ્કર્મ આચરાયુ હોવાનુ આ બાળાએ જણાવ્યુ હતુ. પુત્રીની આ કેફીયત સાંભળી ચોંકી ઉઠેલી તેની માતાએ તરતજ તળાજા પોલીસ મથકે સંપર્ક સાધી આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

તળાજા પોલીસ મથકમાંથી પ્રાપ્ત વિગતો મુજબ દોઢ વર્ષ પૂર્વે ધો.10માં ભણતી આા સગીર બાળાને આજ ગામના યુવાનોએ લલચાવી ફોસલાવી ગામના જુદા જુદા સ્થળો અને જુદા જુદા સમયે તેની પર દુષ્કર્મ આચર્યુ હતુ. એટલુ જ નહીં આ બાળાની સગી બહેન તથા અન્ય એક પિતરાઇ બહેન સાથે પણ આ યુવાનોએ દુષ્કર્મ આચર્યુ હતુ. પોલીસના જણાવ્યા મુજબ અન્ય બે બાળાઓ સુરત હતી ત્યાંથી તેને ભાવનગર બોલાવી તેની માતાએ પુછપરછ કરતા તે બે યુવતીઓએ પણ પોતાના પર દુષ્કર્મ આચરાયા હોવાની ફરિયાદ કરી હતી.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, એસપી દિપાંકર ત્રિવેદી પણ સ્થળ પર પહોંચી ગયા, એક આરોપીની ધરપકડ, કડક પગલા લેવાશે, જઘન્ય કૃત્ય છે, કન્યાઓને ન્યાય મળે તે જરૂરી, બાળા મા-બાપ સામે ભાંગી પડી
અન્ય સમાચારો પણ છે...