તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશ્વ આપઘાત નિવારણ દિન: ભારતમાં દરરોજ 370 લોકો જાતે જ જિંદગી ટૂંકાવે છે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાવનગર:સમગ્ર વિશ્વમાં દર વર્ષે 10 સપ્ટેમ્બરનો દિવસ વિશ્વ આપઘાત નિવારણ દિન તરીકે મનાવવામાં આવે છે. આનો મુખ્ય હેતુ પ્રજાજનોમાં જાગૃતિ કેળવી વધતા જતા આપઘાતના કિસ્સામાં ઘટાડો કરવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના તાજેતરમાં પ્રકાશિત અહેવાલ મુજબ દર વર્ષે 8 લાખથી વધુ લોકો આપઘાત કરી મૃત્યુને ભેટે છે.
રોજના 370 લોકો આત્મહત્યા કરી જિંદગી ટુંકાવે છે
તે પૈકી 17 ટકા એટલે કે 1.35 લાખ લોકો ભારતમાંથી જ મોતને ભેટે છે. એટલે રોજના 370 લોકો આત્મહત્યા કરી જિંદગી ટુંકાવે છે. વળી આપઘાતનો પ્રયત્ન કરી મોતના મુખમાંથી બચી જનારાની સંખ્યા 25 ગણી વધારે હોવાનો અંદાજ છે. એક તારણ મુજબ સ્ત્રીઓ આત્મહત્યાનો પ્રયત્ન વધારે કરે છે જ્યારે પુરૂષો આપઘાત કરવામાં વધુ સફળ રહે છે. સામાન્ય રીતે આપઘાતનો પ્રયાસ કરનાર ચાર વ્યક્તિમાંથી ત્રણ સ્ત્રીઓ હોય છે.

કેવી રીતે મદદરૂપ થઇ શકાય ?
કોઇ વ્યક્તિ તમને લાગે કે તે આપઘાત કરવા તરફ પ્રેરાઇ રહ્યો છે તો તેને ખુલ્લા મને અને આત્મહત્યાનાં વિચારો/કારણો વિશે ચર્ચા કરો.શાંત ચિત્તે સાંભળો. તેની લાગણીની કદર કરો. તેનામાં પૂરતો રસ લો. કારણોનાં વિકલ્પની ચર્ચા કરો. મનોચિકિત્સકનો તાત્કાલિક સંપર્ક કરવો જરૂરી છે. - ડો.શૈલેશ જાની, મનોચિકિત્સક
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો