તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગરમાં 3 વર્ષ પૂર્વે ફિટ કરેલા રિલાયન્સ 4 જીના 70 ટાવર કાર્યરત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર:ઇન્ટરનેટ ક્ષેત્રે રિલાયન્સ કંપની દ્વારા બિલકુલ સસ્તા દરે 4 જી સ્કીમની જાહેરાત કરીને ખળભળાટ મચાવ્યો છે ત્યારે ભાવનગરમાં આ પ્રકારના ટાવર 3 વર્ષ પૂર્વે જ ફિટ કરી દેવામાં આવ્યા હતા અને શહેરના વિવિધ વિસ્તારોમાં તેની સંખ્યા 70 આસપાસ નોંધાયેલી છે.
મહાનગરપાલિકાના ટાઉન ડેવલપમેન્ટ વિભાગની માહિતી અનુસાર 2 તબક્કામાં આ ટાવર ફિટ કરવામાં આવ્યા છે. તેની મંજૂરીની પ્રક્રિયા પણ અગાઉથી જ પૂર્ણ કરી દેવામાં આવી છે. આમ, તમામ કંપનીઓ અત્યારે જીઓના આઘાતમાં અચંબિત થઇ ગઇ છે. પરંતુ તેની તૈયારીઓ રિયાલન્સે 3 વર્ષ પૂર્વે જ કરી નાખી હતી.
બધા વિસ્તારોમાં મંજૂરીની પ્રક્રિયા
ભાવનગરના અલગ અલગ બધા વિસ્તારોને આવરી લેવાય તે રીતે મંજૂરીની પ્રક્રિયા કરવામાં આવી છે. આ ટાવરો તેની િવશિષ્ટતાના કારણે સ્ટ્રીટ લાઇટની સાથે આમ પણ જુદા તરી આવે છે. - એ.પી. ભટ્ટ, આસિસ્ટન્ટ, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો