તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવનગર: 2500 હેકટરમાં જળબંબાકારથી જીવસૃષ્ટિને જોખમ,1000 કાળિયારે કર્યુ સ્થળાંતર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: વરસાદે ખમૈયા કર્યાંનાં અઠવાડીયાથી વધુ સમય થયો હોવા છતાં ભાવનગર જિલ્લામાં અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે સનેસ, માઢીયા, સવાઈનગર, દેવળીયા, પાળિયાદ ગામની ખેતી, સરકારી અને ફોરેસ્ટની અંદાજે અઢીહજાર હેકટર જમીનમાં પાણી ભરાયેલા હોવાથી ખેતી ઉપરાંત વન્યસૃષ્ટી પર પણ ખતરો છે.
- 2500 હેકટરમાં જળબંબાકારથી જીવસૃષ્ટિને જોખમ
- સનેસ, માઢિયા, સવાઈનગર, દેવળીયા, પાળિયાદ ગામોના ખેતરો પાણીથી થઇ ગયા તરબોળ
- વેગડ નદી અને કેનાલનું બબ્બે ફૂટ પાણી કાળિયારના ટેરેટરી વિસ્તાર તેમજ ખેતરોમાં ફરી વળ્યા
ચોમાસામાં વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ મેઘાએ તરબોળ કરી દેતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હજુ ઘણા ખેતરો તળાવડામાં ફેરવાયેલા છે. ભાલ વિસ્તારમાં લાકડીયા પુલવાળા રસ્તે ખેતાખાટલી અને સનેસ વચ્ચે પાળાને કારણે ચોમાસાના પાણીના કુદરતી માર્ગો-વહેણ બંધ કરતા વેગડ નદીનું પાણી સનેસ, માઢીયા, ખેતાખાટલી ગામની સીમમાં આજે પણ બબ્બે-ત્રણ-ત્રણ ગેટ પાણી ભરાયેલા છે. જેથી ખેતી માટે વાવેતર પણ થઈ શકતું નથી.
જેની નજીક આવેલા વેળાવદર, કાળિયાર અભ્યારણ્યનો ટેરેટરી વિસ્તારમાં પણ પાણી ભરાયેલા છે. જેથી કાળિયારના પણ જીવ જોખમમાં મુકાયેલા છે. તેમ છતાં તે સંદર્ભે કોઈ કાર્યવાહી કરાતી નથી. આ પંથકના સનેસ, માઢીયા, સવાઈનગર, દેવળીયા, પાણીયાળી ગામની ખેતી ઉપરાંત સરકારી તેમજ વનવિભાગની અંદાજીત અઢી હજાર હેકટરમાં પાણીનો ભારાવો થતા ગ્રામજનો તેમજ વન્યસૃષ્ટી પર પણ ભય ફેલાયો છે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો, પાણીને લીધે 1000 કાળિયારનું સ્થળાંતર,વેગડ નદી અને કેનાલનું પાણી થયું ડાયવર્ટ....
અન્ય સમાચારો પણ છે...