• Gujarati News
  • 250 Youth Prepare Of Rath Yatra In Bhavanagra Latest News

જય રણછોડ...જય મોરલીધર.:250 યુવાનોના શ્રમ યજ્ઞથી રથયાત્રામાં રોનક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-એક માસ સુધી રોજ રાત્રે ચાવડીગેટ ખાતે કાર્યકરોનો મેળાવડો જામે છે અને વિવિધ કામગીરી વહેંચે છે અનેક સ્થળોએ ધર્મસભાના આયોજન થાય છે
-અષાઢી બીજે ભાવનગર શહેરમાં રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથજીની નગરયાત્રા નિકળવાની છે તેના અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોમાં દેવી દેવતાઓ અને મહાપુરૂષોના આકર્ષક કટ આઉટ દર વર્ષની પરંપરા પ્રમાણે લગાવાયા છે જેમાં વાઘાવાડી રોડ ઉપર માધવ દર્શન ખાતે મોરલીધર ભગવાનનું વિશાળ અને નયનરમ્ય કટ આઉટ નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.
ભાવનગર:આગામી અષાઢી બીજના પર્વે ભાવનગર શહેરમાં અષાઢ સુદ બીજના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા પરંપરાગત ઉમંગ અને ઉત્સાહ સાથે શહેરમાં તેના નિયત રૂટ પર ફરવાની છે ત્યારે આ રથયાત્રાના આયોજન માટે તડામાર તૈયારીનો આરંભ થઇ ગયો છે. આ ભવ્ય આયોજન પાછળ રથયાત્રા સાથે સંકળાયેલા 250 જેટલા યુવાન કાર્યકરોનો સતત એક માસનો શ્રમ યજ્ઞ રહેલો છે.
દર વર્ષે ભગવાનશ્રી જગન્નાથજીના કાર્યાલયનો આરંભ થાય ત્યારથી લઈને સતત એક માસ સુધી રોજ રાત્રે ચાવડીગેટ ખાતે રથયાત્રાના સંયોજક અને કાર્યકરોનો મેળાવડા જામે છે અને તમામ લોકો એક માસ સુધી રથયાત્રાની કામગીરીમાં જોડાયેલા રહે છે ત્યારપછી અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નિકળે છે.આ વખતે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં રથયાત્રાના સ્વાગત માટે વિવિધ સંસ્થાઓ તેમજ મંડળો તરફથી ધ્વજા-કમાનથી રથયાત્રાના રૂટને સુશોભિત કરવામાં આવ્યો છે.
આ વર્ષે ચોમાસુ પણ સારૂ રહ્યું હોય ભાવનગરની ધર્મપ્રેમી જનતમાં અષાઢી બીજની ઉજવણીનો આનંદ બેવડાયો છે.આ સુશોભન અને માર્ગ શણગારની આ પરંપરા વર્ષોથી ચાલે છે અને રોજ રાત્રે રથયાત્રાના કાર્યાલય ઉપર 250થી વધુ યુવાનો જોડાઈને પોસ્ટર, બેનરો, ઝંડી", સરકારી મંજુરી લેવા માટેની ટીમ, પ્રચાર-પ્રસારની ટીમ, પ્રસાદ તૈયાર કરવાની ટીમ તથા શહેરમાં જુદા-જુદા સ્થળોએ કમાન રાખવાનું કાર્ય બજાવે અષાઢી બિજના દિવસ પહેલા એક માસ અગાઉથી રથયાત્રાનું કાર્યાલય શરૂ થઈ જાય છે.
આ અંગે વધુ વિગતો વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...