તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

208 કરોડ ઉપડ્યા છતાં ભાવનગરમાં રોકડની અછત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: કેન્દ્ર સરકાર દ્વારા કાળુનાણુ નાથવા માટે 1000 અને 500ની જૂની નોટો તા.8મી નવેમ્બરને મધરાતથી અચાનક બંધ કરવામાં આવ્યા બાદ ભાવનગરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં લોકોએ 523 કરોડ જમા કરાવ્યા છે, અને 208 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. નોટબંધી અમલી બનાવાયા બાદ ચાલુ ખાતામાંથી 50હજાર અને બચત ખાતામાંથી 24 હજાર ઉપાડવા માટેની તથા એટીએમમાંથી પ્રતિદિન અગાઉ 4000 બાદમાં 4500 અને હાલમાં 2500 ઉપાડવાની તથા જૂની નોટો બદલાવવા સહિતના વ્યવહારોમાં બેંકમાંથી ભાવનગર જિલ્લામાં 208 કરોડ ઉપાડવામાં આવ્યા છે, પરંતુ બજારમાં હજુપણ રોકડા નાણાની ભારે અછત વર્તાઇ રહી છે, અને નાગરિકો એક જ પ્રશ્ન પુછી રહ્યા છે, આટલા બધા નાણા આવ્યા છે, તો ગયા ક્યાં, કોણ ગપચાવી ગયુ ?
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ભાવનગર જીલ્લામાં આવેલી તમામ શાખાઓમાં તા.10થી આજ સુધીમાં જૂની અને ચલણમાંથી પરત ખેંચી લેવામાં આવેલી નોટો જમા કરાવવા માટે લાઇનો લાગી રહી છે. સ્ટેટ બેંકમાં આજ સુધીમાં 523 કરોડ રૂપિયા લોકોએ જમા કરાવ્યા છે, અને તેની સામે 208 કરોડ રૂપિયા ઉપાડ્યા છે અને જૂની નોટો સામે નવી નોટો બદલાવી છે.
સ્ટેટ બેંકના તમામ એટીએમમાં પર્યાપ્ત નાણા જથ્થો છે, અને જ્યારે પણ ખાલી થાય છે, ત્યારે સંબંધિત વિભાગ દ્વારા નાણા લોડ કરવામાં આવે છે. ઉપરાંત નવા ખાતા ખોલવા માટેની પ્રક્રિયા પણ વેગવંતી બનાવવામાં આવી રહી છે.

હાલ એસબીઆઇમાં પર્યાપ્ત નાણા જથ્થો છે. પરંતુ નાણા ઉપાડવા આવતા લોકોને પુરતા નાણા આપવામાં આવતા નહીં હોવાની પણ વ્યાપક રાવ ઉઠી રહી છે. ખાનગી બેંકોમાં હજુપણ નાણા આવ્યા નથી અને મુશ્કેલીઓ છે. આમ 21 િદવસમાં 208 કરોડ ઉપાડ્યા છતાં નાણાં ભીડ કેમ છે તે પ્રશ્ન મુખ્ય છે.

RBI તરફથી નાણાં જથ્થો મળી રહ્યો છે
^ચલણમાંથી 500 અને 1000ની નોટો સરકાર દ્વારા બંધ કરાવ્યા બાદ જૂની નોટો બદલાવવા માટે, જમા કરાવવા માટેની વ્યવસ્થા કરાઇ હતી. રીઝર્વ બેંક તરફથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભાવનગરને હાલ તુરત તો પર્યાપ્ત નાણા જથ્થો પણ મળી રહ્યો છે. થોડા દિવસોમાં તમામ સ્થિતિ પૂર્વવત્ થઇ જશે. > એ.કે.મહાકુલ, ડીજીએમ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
અન્ય સમાચારો પણ છે...