ભાવનગર: ગણેશોત્સવમાં 15 કિલોના પથ્થરની તરતી મૂર્તિ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર: આગામી ગણેશોત્સવ માટે આ વર્ષે પ્રયત્ન ફાઉન્ડેશનની ટીમ દ્વારા ગણેશજીની 15 કિલોની પાણીમાં તરતી મૂર્તિનું આકર્ષણ રાખવામાં આવ્યું છે અને આ મૂર્તિ લેવા માટે પ્રયત્ન ફાઉન્ડેશનની ટીમ રામેશ્વર જવા રવાના થઇ ગઇ છે.

હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી રામ દ્વારા લંકામાં જવા માટે એક સેતુની સ્થાપના કરવામાં આવી જે રામ સેતુ તરીકે ઓળખાય છે. હાલની તારીખે પણ આ સેતુ માટે જે વજનદાર પથ્થરો વપરાયા તે વજનવાળા પથ્થરો પાણીમાં તરે છે જો કે હવે આ પ્રકારના પથ્થરો ભાગ્યે જ મળે છે. આ પથ્થરમાં કુદરતી રીતે દરિયા કાંઠે ભટકાઇને કંડારાયેલી આભાસી ગણેશજીની પ્રતિમા અંગે માહિતી સંસ્થાના ટ્રસ્ટી જયભાઇ રાજ્યગુરૂને ઉનાળાના વેકેશનમાં પરિવાર સાથેના પ્રવાસ દરમિયાન દર્શનાર્થે ગયા અને જે હોટલમાં રોકાયા તે હોટલમાં તરતા પથ્થર વિષે પૂછતા મળી હતી.

રૂબરૂમાં તે મૂર્તિના દર્શનાર્થે પણ ગયા હતા. આ મૂર્તિ સાથે ધાર્મિક રીતે ગણોશોત્સવ ઉજવવા માટે તેના માલિકને ખરીદવા વિનંતી કરી પણ ખરીદી શક્ય નથી તેમ જવાબ મળ્યો હતો. પણ પ્રયત્ન ફાઉન્ડેશનની વિવિધ સેવાકીય પ્રવૃતિઓથી માહિતગાર કરતા આખરે તેઓ માન્યા હતા અને મૂર્તિ આપવા તૈયાર થયા હતા. આ પવિત્ર અને અલૌકિક પથ્થરની 15 કિલોની પાણીમાં તરતી મૂર્તિ લેવા માટે સંસ્થાના જય રાજ્યગુરૂ, અલ્પેશ કાપડી, શૈલેષ પંડ્યા, કૌશિક વાઘેલા, નિમેષ ત્રિવેદી, ભરત હિરાણી અને વંદિત જાનીની ટીમ આજે રામેશ્વર જવા રવાના થઇ છે. આ એક એવો ગણેશોત્સવ છે જેમાં જે કાંઇ સહયોગ મળે તે ગરીબ બાળકોના ખીચડી રથ માટે વપરાય છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, હજી ઘણી વિશેષતાઓ આ વર્ષે આવશે....
અન્ય સમાચારો પણ છે...