તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધો.11 સાયન્સના રિઝલ્ટમાં ભાવનગર જિલ્લાના 14 તારલાને એ-1, 186ને એ-2 ગ્રેડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-ભાવનગર જિલ્લાના 1275 પરીક્ષાર્થીઓને 60 ટકાથી વધુ ગુણ : 186 વિદ્યાર્થીઓને એ-2 ગ્રેડ મળ્યો
-સાયન્સના બીજા સેમેસ્ટરના પરિણામમાં ભાવનગર જિલ્લામાં 1227 વિદ્યાર્થીઓને 33થી ઓછા માર્ક
ભાવનગર:ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડ દ્વારા ધો.11-12 વિજ્ઞાન પ્રવાહ દ્વિતીય સેમેસ્ટરની એપ્રિલ-2015માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. હવે નીતિ પ્રમાણે ચારેય સેમેસ્ટરમાં જે તે વિષયમાં મેળવેલા ગુણનો સરેરાશ સરવાળો 33 માર્કનો થતો હોય તો તેને પાસ જાહેર કરવામાં આવે છે.
આથી બીજા સેમેસ્ટરની આ પરીક્ષાના પરિણામમાં પાસ કે નાપાસ જાહેર કરવામાં આવતા નથી. આ રીતે આજે જાહેર કરાયેલા પરિણામમાં ભાવનગર જિલ્લામાં 14 તારલાઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. જ્યારે સમગ્ર બોર્ડમાં 395 તારલાઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે સાયન્સના સેમેસ્ટર-૨ની આ પરીક્ષામાં એ ગ્રુપના 71,373 અને બી ગ્રુપના 65,544 પરીક્ષાર્થીઓ અને એબી ગ્રુપના 53 મળી કુલ 1,36,969 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.
તો ભાવનગર જિલ્લામાં કુલ 5,312 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપેલી તેમાં 14ને એ-વન ગ્રેડ, 186ને એ-2 ગ્રેડ આવ્યો છે. જ્યારે 33થી ઓછા માર્ક મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા 1,227 છે. આ પરીક્ષામાં કોઇને પાસ કે નાપાસ જાહેર કરવામાં આવતા નથી. ચારેય સેમેસ્ટરના અંતે જે એકત્રિત પરિણામ આપવામાં આવશે તે પરિણામમાં પાસ અને નાપાસનું રિઝલ્ટ આપવામાં આવશે.
જિલ્લાનું ગ્રેડેશન પ્રમાણે પરિણામ
ગ્રેડ વિદ્યાર્થીઓ

એ1 14
એ2 186
બી1 448
બી2 627
સી1 845
સી2 1061
ડી 918
ઇ1 1102
ઇ2 108
અન્ય 17
કુલ 5312

ગેરરીતિમાં પકડાયેલા 61 પરીક્ષાર્થીની પરીક્ષા રદ
વિજ્ઞાન પ્રવાહના બીજા સેમેસ્ટરની પરીક્ષાના કેન્દ્રો ખાતે સીસીટીવી અને ટેબલેટના ફૂટેજના આધારે વીડીયો શૂટીંગમાં ઝડપાયેલા કુલ 22 અને બ્લોકમાં ગેરરીતિમાં સ્કવોડ કે નીરક્ષકના હાથે ઝડપાયેલા 42 પરીક્ષાર્થીઓ મળી કુલ 64 વિદ્યાર્થીઓ સામે ગેરરીતિના કેસ થયેલા તેની સુનાવણી પરીક્ષા સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી હતી અને તેમાં માત્ર એક વિદ્યાર્થી નિર્દોષ સાબિત થતા બાકીના 61 વિદ્યાર્થીની જે તે વિષયની પરીક્ષા રદ કરવામાં આવી છે.- એ.જે. શાહ, અધ્યક્ષ, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ
100માંથી 100 માર્ક મેળવનારાની સંખ્યા
વિષય કુલ વિદ્યાર્થીઓ

ગણિત 12
કેમેસ્ટ્રી 09
ફિઝીક્સ 21
વિષય કુલ વિદ્યાર્થીઓ
બયોલોજી 43
કમ્પ્યૂટર 01
બે કેન્દ્રોનું વિગતવાર પરિણામ
ગ્રેડ ભાવનગરના મહુવાના
છાત્રો છાત્રો
એ1 14 00
એ2 186 00
બી1 436 12
બી2 574 53
સી1 716 129
સી2 881 180
ડી 715 203
ઇ1 841 261
ઇ2 74 34
અન્ય 14 03
કુલ 4440 872
અન્ય સમાચારો પણ છે...