• Gujarati News
  • સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ તંત્રી એમ. કે. મણિયારનું નિધન

સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ તંત્રી એમ. કે. મણિયારનું નિધન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુકુંદભાઈ મણીયારે સૌરાષ્ટ્ર સમાચારની સ્થાપના થઈ ત્યારથી તેની વિકાસ યાત્રામાં મહત્વનો ફાળો આપ્યો હતો. તેઓ ચાર દાયકાથી વધુ સમય સુધી આ અખબારના ડાયરેકટર પદે પણ હતા. તેઓ સમાજસેવામાં પણ આજીવન કાર્યરત રાાં હતાં. આ ઉપરાંત મણીયાર પબ્લીસીટીના માલિક હતા. તેમની જ્ઞાતિ, મોઢ નાના તડના તેઓ પ્રમુખ હતા અને વર્ષોસુધી જ્ઞાતિ સેવાનું કામ કર્યું હતું. તો પરિમલ ખાતેની હવેલીના તેઓ ટ્રસ્ટી તરીકે કાર્યરત હતાં. આજે ટૂંકી બિમારી બાદ તેમનું દેહાવસાન થતાં આતાભાઈ ચોક ખાતેના તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળી હતી. જેમાં વિવિધ ોત્રનાં આગેવાનો, જ્ઞાતિના અગ્રણીઓ, પરિવારજનો વિ. જોડાયા હતા.
તેમના બે પુત્રો પરેશ અને પરાગ, ત્રણ દીકરીઓ અને તેમના પત્ની તેમજ પરિવારજનોને રડતા મૂકી અનંતની યાત્રાએ ચાલ્યા ગયા છે.
ભાવનગર. ૨૬ મે
હકારાત્મક પત્રકારત્વના મશાલચી સમાન પીઢ પત્રકાર અને સૌરાષ્ટ્ર સમાચારના પૂર્વ તંત્રી એમ.કે. મણીયારનું ૮૨ વર્ષની વયે આજે દેહાવસાન થતા શોકની લાગણી જન્મી છે.