• Gujarati News
  • ઇલે.થી પાકને નુકસાન અંગે ખેડૂતોને વળતર

ઇલે.થી પાકને નુકસાન અંગે ખેડૂતોને વળતર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂતોને તેના પાકને ઇલેકટ્રીકથી નુકસાન થવાથી રૂ.૨ લાખ સુધી વળતર આપવાનો પીજીવીસીએલ તરફથી વીમો ઉતારતા ખેડૂતોને થતા પાકના નુકસાનમાં આર્થિક રાહત પણ મળશે.
ભાવનગર જિલ્લા સહિત રાજયભરમાં ખેડૂતોને તેના પાકને ઇલેકટ્રીકથી નુકસાન જેમ કે વીજ વાયર તુટવો, ટી.સી. બળી જવુ, ડી.ઓ. ઉડી જવુ, વીજળી સપ્લાય ન મળવાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાથી ખેડૂતો પારાવાર નુકસાની ભોગવી રાા છે.
જેની સામે પાકને નુકસાન થવાથી રૂ. બે લાખ સુધી કોર્ટ કચેરીએ નહિ જવાની શરતે નુકસાનીની મર્યાદામાં વળતર આપવા પીજીવીસીએલ તરફથી ઓરીએન્ટ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો આગામી તા.૧૩મી ઓગસ્ટ સુધીના સમય માટે લેવામાં આવેલ છે. કોઇપણ પ્રકારનો વીજ ફોલ્ટનો બનાવ બને અને તેના કારણે ઉભા પાકને નુકસાન થાય તેવા સંજોગોમાં જે તે વીજ કંપની સ્થાનિક કચેરીએ બનાવના ૨૪ કલાકમાં ૭/૧૨ના ઉતારા સાથે બનાવ બનેલ લેખીતમાં જાણ કરવા અને વધુ માર્ગદર્શન માટે ભાવનગર માર્કેટ યાર્ડમાં સંપર્ક સાધવા જણાવાયુ છે.