ભાવનગર જિલ્લામાં ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગર. 11 સપ્ટેમ્બર

ભાવનગરજિલ્લામાં જળાશયોની સપાટી ધીમી ગતિએ વધી રહી છે. જો કે અત્યાર સુધીમાં જિલ્લામાં વરસાદ 83 ટકા થઇ ગયો તેની સામે જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 45 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તેમાં છેલ્લા સમાચાર પ્રમાણે ઘેલો 1 ડેમ 94 ટકા ભરાઇ જતા તંત્ર દ્વારા હાઇ એલર્ટની તાકીદ કરવામાં આવી છે.


ભાવનગર જિલ્લામાં તમામ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 430.54 મિલિયન ક્યુબિક મીટર પાણીની છે તેની સામે અત્યાર સુધીમાં 191.81 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહ થયો છે. એટલે કે કુલ ક્ષમતાના 44.55 ટકા પાણીની સંચય જળાશયોમાં થયો છે.

આજે ભાવનગર જિલ્લામાં ઘેલો 1 ડેમ 93.76 ટકા ભરાઇ જતા તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરવામાં આવી છે. ડેમમાં કુલ સંગ્રહ ક્ષમતા 10.09 મિલિયન ક્યુબિક મીટર પાણીની છે તેની સામે આજ સુધીમાં 9.46 મિલિયન ક્યુબિક મીટર પાણી ભરાઇ ગયું છે. ઉપરાંત બગડ ડેમમાં પણ કુલ સંગ્રહ ક્ષમતા 11.18 મિલિયન ક્યુબિક મીટર પાણીની છે તેની સામે આજ સુધીમાં તેમાં 8.96 મિલિયન ક્યુબિક મીટર પાણી આવી ગયું

અનુસંધાનપાના નં.12

હોયતે ડેમ 80.14 ટકા ભરાઇ ગયો છે એટલે તેને પણ એલર્ટ પર રખાયો છે. જિલ્લામાં પાક અને પાણી પ્રશ્ને મુખ્ય શેત્રુંજી ડેમની સપાટી 26 ફૂૂટે યથાવત છે.

જિલ્લાના જળાશયોમાં કુલ 191.81 મિલિયન ક્યુબિક મીટર પાણીના જથ્થાનો થયેલો સંગ્રહ

ઘેલો 1 ડેમ 94 ટકા ભરાઇ જતા હાઇ એલર્ટની તાકીદ

એલર્ટ| બગડ ડેમ 80 ટકાથી વધુ ભરાઇ ગયો