• Gujarati News
  • ભાવનગર : શહેરનાએક લોખંડના વેપારી સાથે બે વર્ષ પૂર્વે નવ લાખની કિંમતનું લોખંડ લઈ જઈ તેનું પેમેન્ટ

ભાવનગર : શહેરનાએક લોખંડના વેપારી સાથે બે વર્ષ પૂર્વે નવ લાખની કિંમતનું લોખંડ લઈ જઈ તેનું પેમેન્ટ કરી છેતરપિંડી આચરર્યાની પોલીસ ફરિયાદ થઈ હતી. બેની ધરપકડ કરી હતી.

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની લોખંડબજારમાં દુકાન ધરાવતા વણિક હરકાંતભાઇ નૌતમભાઇ ડેલીવાલાની દુકાનમાંથી ગત તા.3-12-12ના રહીમભાઇ અને મુસ્તાકભાઇએ લોખંડના સળીયા ખરીદવાના હોવાનુ જણાવેલ. અને વેપારીને વિશ્વાસમાં લઇ લોખંડના સળીયા કિંમત રૂ.9,38,188ની કિંમતના લઇ ગયા હતા. અને ટુંક સમયમાં પેમેન્ટ કરવાનુ જણાવેલ.

સી ડીવીઝન પોલીસના પીએસઆઇ એસ. એમ. નોનીયારે તપાસ હાથ ધરતા આજે સુરતના કામરેજમાંથી રહીમ ગફુર અને મુસ્તુફા યાકુબ નામના બે શખ્સોની ધરપકડ કરી હતી. તેમજ અન્ય ત્રણ શખ્સો ફિરોજ સુલેમાન, ઇમ્તીયાઝે સુલેમાન અને યુસુફના નામ ખુલતા તેઓની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. પકડાયેલ બન્ને શખ્સોને કોર્ટમાં રજુ કરાતા અને રિમાન્ડની માંગણી કરાતા અદાલતે બન્નેના રિમાન્ડ નામંજૂર કરતા બન્નેને અદાલતે જેલહવાલે કર્યા હતા.

બે શખ્સોની સુરતથી ઝડપી લીધા : અન્ય ત્રણના નામ ખુલ્યા

શહેરના વેપારી સાથે છેતરપિંડી કરનાર બે શખ્સો જેલહવાલે

પોણા બે વર્ષ પૂર્વે 9 લાખનું લોખંડ લઈ છેતરપિંડી કરેલી