• Gujarati News
  • પૂણ્ય કમાવવાની આજે શ્રેષ્ઠ તક : અજા એકાદશી

પૂણ્ય કમાવવાની આજે શ્રેષ્ઠ તક : અજા એકાદશી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ દિવસે દાન, પુણ્ય અને ભકિતનું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવાયુ઼ં છે. શ્રાવણ માસમાં આ એકાદશીના દાનથી જીવનમાં અશુભતાનો નાશ થાય છે અને શુભત્વનુ઼ પ્રાગટય થાય છે. મનના વિકારો દુર થઇ ચિત્તની શાંત મળે છે. આ દિવસે તાંબા અને કાંસાનુ઼ં વાસણ, તલ અને ઘી તેમજ યથાશકિત ધાન્ય, ફળ-ફળાદિ અને વસ્ત્રોનુ઼ દાન બ્રાહ્મણોને આપવુ઼ કલ્યાણકારી અને શુભ માનવામાં આવ્યુ઼ છે. તેનાથી દારિદ્રતાનો નાશ થાય છે તેમજ જન્મ કુંડળીમાં રહેલા અશુભ યોગોમાંથી મુકિત મળે છે.
આમ આવતીકાલે ગુરૂવારે અજાએકાદશીના પર્વે શ્રદ્ધાળુઓ ભજન-ધૂન અને દાન પૂણ્ય કરી પ્રભુ ભકિતમાં એકલિન થશે. આ દિવસે ધર્મ કાર્ય કરી પૂણ્યનું ભાથું બાંધશે.
આજે ભવન સત્સંગથી સર્વોત્તમ લાભ
ભાવનગર. ૨૦ ઓગસ્ટ
તા.૨૦ ઓગસ્ટને ગુરૂવારે પવિત્ર શ્રાવણ માસની કષ્ણ પ ાની એકાદશી અજા એકાદશી તરીકે ઉજવાશે. આ દિવસે એકાદશી નિમિત્તે દાનપુણ્ય કમાવવાનો શ્રેષ્ઠ યોગ છે.આમ પણ એકાદશીએ ભજન સત્સંગ એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમાં પણ આ શ્રાવણ માસની કષ્ણ પ ાની એકાદશી તો દાન-પુણ્ય કમાવવા માટે સર્વોત્તમ ગણાય છે.