• Gujarati News
  • પૂરક પરી ાામાં પાસ થનારા માટે માત્ર સેલ્ફ ફાયનાન્સના દરવાજા જ ખુલ્લા

પૂરક પરી ાામાં પાસ થનારા માટે માત્ર સેલ્ફ ફાયનાન્સના દરવાજા જ ખુલ્લા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં સાયન્સની પૂરક પરી ાા પાસ કર્યા પછી કોલેજના પહેલા વર્ષમાં એડમિશન લેવા માટે વિધાર્થીઓ દોડધામ કરી રાાં છે પણ માત્ર સ્વનિર્ભર કોલેજોમાં પ્રવેશ મળે તેમ છે. આથી જો સર પી.પી.ઇસ્ટિટયૂટ ઓફ સાયન્સમાં વર્ગવધારો કરવામાં આવે તો આ વિધાર્થીઓને ન્યાય મળે તેમ છે. આવું જ કોમર્સ ફેકલ્ટીમાં પણ છે. એમ.જે.કોલેજ ઓફ કોમર્સ અને વળીયા કોલેજમાં એક એક વર્ગ વધારો કરવામાં આવે તો વિધાર્થીઓ ૧૦,૦૦૦ની ફી ને બદલે રૂા.૧૫૦૦ની ફી માં ભણી શકે તેમ છે. પરંતુ સામાસામા ગજગ્રાહના કારણે વર્ગવધારો આ વર્ષે થયો નથી. આથી આ અંગે સેનેટસભ્યોએ પણ આગળ આવી રાજયપાલ સમ ા ન્યાય માટે રજૂઆત કરી છે.
ભાવનગર. ૨૦ ઓગસ્ટ
તાજેતરમાં વિજ્ઞાનપ્રવાહ ધોરણ-૧૧-૧૨ના પરી ાાર્થીઓ માટે તાજેતરમાં પરિણામ જાહેર થયું અને રિઝલ્ટ બાદ આ પરી ાામાં જે વિધાર્થીઓ પાસ થયા તેને આ વર્ષે જ કોલેજમાં પ્રવેશ મળે તેવું સરકારનું આયોજન છે જેથી વિધાર્થીનું વર્ષ બગડે નહી. હવે પરિણામ તો જાહેર થયું તેમાં સેંકડો વિધાર્થીઓ પાસ પણ થયા પરંતુ પાસ થયા બાદ સરકારી કે ગ્રાન્ટેડ સાયન્સ કોલેજમાં તો તમામ દ્વાર બંધ થલ ગયા છે અને માત્ર ૨૫ હજાર કે તેથી પણ વધુ ફી લેતી સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં જ પ્રવેશ લેવો પડે તેવી સ્થિતિ છે.