• Gujarati News
  • ટેકસ ઓડિટ ફાઇલિંગની મુદત વધારાઇ

ટેકસ ઓડિટ ફાઇલિંગની મુદત વધારાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જે વેપારીઓનું ટર્નઓવર ૧ કરોડથી વધુ હોય તેઓએ ૩ઈ ફોર્મ ભરવાનું ફરજીયાત હોય છે. આર્થિક વર્ષ ૨૦૧૩-૧૪ માટેના આવકવેરાના રિટર્ન ૩૦મી સપ્ટેમ્બર અગાઉ ફાઇલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આવકવેરા વિભાગ દ્વારા ૨૩મી જુલાઇ ૨૦૧૪ના રોજ એક આદેશ જારી કરવામાં આવ્યો હતો અને તેમાં જણાવવામાં આવ્યું હતુકે, આ તારીખ સુધીમાં જે વેપારીઓમાં ફાઇલ કરેલા તમામ રિટર્ન રદ્દ કરવામાં આવ્યા હતા અને નવા ફોરમેટમાં રિટર્ન ફાઇલ કરવા આદેશ કરાયો હતો.
આવકવેરા વિભાગના આ નિર્ણયનો વ્યાપક વિરોધ થવા પામ્યો હતો, અને તા.૨૦મી ઓગસ્ટના રોજ CBDT/ F.No.133/24/2014-TPL થી આદેશ કરવામાં આવ્યો છે અને તેમાં ટેકસ ઓડિટ ફાઇલિંગની તારીખ ૩૦મી નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત સરકારી વિભાગ દ્વારા તેઓની વેબસાઇટ પર જૂની યુટિલિટી હાલમાં બંધ કરી દેવામાં આવી છે અને તેના સ્થાને કોઇ નવું પ્રોવિઝન કરવામાં આવ્યુ નથી. આવકવેરા વિભાગ દ્વારા તારીખ ૨૫મી જુલાઇથી જૂના ફોર્મેટ રદ્દ કરવામાં આવ્યા છે. ૨૭ દિવસ વિતી ગયા હોવા છતા હજુ પણ યુટિલિટી ચાલુ થઇ શકી નથી.
ભાવનગર : ૧ કરોડ રૂપિયાથી વધુનુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને આવકવેરા વિભાગનું રિટર્નમાં ૩ઈ ફોર્મ અપલોડ કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રાો છે. રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૦મી સપ્ટેમ્બર હતી, આ બાબતનો વિગતવાર હેવાલ માં પ્રસિઘ્ધ થતા જ તંત્રે રિટર્નની મુદ્દત બે માસ વધારી આપી છે.
નવા અમલી બનેલા ૩ઈ ફોર્મની મુશ્કેલી અંગે તંત્ર ઝુકયુ
ઈમ્પેકટ
નિયમમાં ૦.૫૦ ટકા દંડનું પ્રાવધાન ઉભુ જ છે
આવકવેરા વિભાગ દ્વારા ૩ઈ ફોર્મમાં ફેરફાર કરવામાં આવ્યા છે, ૨૭ દિવસ વિતી ગયા હોવા છતા નવું ફોર્મેટ અને યુટિલિટી અપલોડ કરવામાં આવી નથી. ઉપરાંત નિયત સમય સુધીમાં ફોર્મ ભરવામાં નિષ્ફળ રહે તો તેઓના કુલ વેચાણના ૦.૫૦ ટકા પેનલ્ટીનું પણ પ્રાવધાન રાખવામાં આવ્યું છે.જો કે રિટર્નની તારીખમાં ૨ માસની મુદ્દત વધારવામાં આવી છે.