• Gujarati News
  • છતે પાર્કિંગે વાહનનું બહાર પાર્કિંગ

છતે પાર્કિંગે વાહનનું બહાર પાર્કિંગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્વેસ્ટીગેશન િરપોર્ટર. ભાવનગર.12 એપ્રિલ

ભાવનગરશહેરના િવકાસ સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી છે. િદન-પ્રતિદિન વાહનોની વધતી સંખ્યા વચ્ચે વાહન ક્યાં પાર્ક કરવા તે મોટો પ્રશ્ન છે પરંતુ પાર્કિંગ હોવા છતાં બહાર પાર્ક કરાતા વાહનોને કારણે શહેરીજનોને ભારે હાડમારી ભોગવવી પડે છે. પ્રજામાં જાગૃિતના અભાવે અન્ય પ્રજાજનો તેનો ભોગ બને છે ત્યારે તંત્ર સાથે નગરજનોએ પણ સક્રિયતા દાખવવી આવશ્યક છે.

બહુમાળી બિલ્ડીંગો જેવા કે રહેણાંકી ફલેટ, કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં પાર્કિંગની સુિવધા ફરજિયાત છે. િબલ્ડીંગોમાં પાર્કિંગ હોય તેને મહાનગરપાિલકામાં મંજુરીની મહોર લાગે છે. ફ્લેટ અને કોમ્પ્લેક્ષોમાં પાર્કિંગની સુિવધા એટલા માટે રખાય છે કે કોઈ બહાર જાહેર રસ્તા કે સ્થળ પર વાહનો પાર્ક કરે જેથી ટ્રાફિકની સમસ્યા પણ િનવારી શકાય. પરંતુ વાહનચાલકો પ્રજાની હાડમારીની પણ ઐસીતૈસી કરી કોમ્પ્લેક્ષોની બહાર વાહન પાર્ક કરતા હોય છે.

વાહનચાલકોની માનસિકતા પણ કેવી હોય છે બહુમાળી બિલ્ડીંગોમાં પાર્કિંગની સુિવધા હોવા છતાં બહાર વાહન પાર્ક કરે છે જે માટે બહુમાળી બિલ્ડીંગોના કર્તાહર્તા અને તંત્ર પણ જવાબદાર છે.

પાર્કિંગમાં જો વાહન પાર્ક કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગનો પ્રશ્ન પણ ઘણો હળવો થઈ શકે.

કોમર્શિયલ કોમ્પ્લેક્ષો અને બહુમાળી ઈમારતોમાં પાર્કિંગની સુિવધા હોવા છતાં બહાર વાહન પાર્ક કરતા પ્રજાને હાડમારી

શહેરમાં િબઝનેસ સેન્ટર અને માધવ દર્શનમાં પાર્કીંગ હોવા છતાં વાહનો પાર્કિંગ બહાર પાર્ક કરાય છે તે મોટો પ્રશ્ન છે./ અજયઠક્કર

પાર્કિંગમાં વાહન પાર્ક

ઉપાય

હળીમળીને

સમસ્યાનો શું થઈ શકે હલ

શહેરમાંકોમર્શિયલકોમ્પ્લેક્ષોમાં પાર્કિંગ હોવા છતાં બહાર વાહન પાર્ક કરાય છે ત્યારે ખાસ તો જે-તે બિલ્ડીંગોમાં ચોકીદાર તો હોય છે જેના દ્વારા વાહનો બહાર પાર્ક નહિ કરવા દઈ પાર્કીંગમાં વાહન પાર્ક કરવાનો આગ્રહ રાખવામાં આવે તો મહદ્દઅંશે સમસ્યાનો ઉકેલ આવી શકે. ત્યારબાદ ધરાર બહાર વાહન પાર્ક કરતા વાહન ચાલકો સામે તંત્ર દ્વારા પગલાં લઈ શકાય.