• Gujarati News
  • શહેર મધ્યે જવાહર મેદાનમાં આકાર લઇ શકે આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ

શહેર મધ્યે જવાહર મેદાનમાં આકાર લઇ શકે આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્વેસ્ટિગેશન રિપોર્ટર. ભાવનગર.12 એપ્રિલ

ભાવનગરશહેર મધ્યે આવેલા જવાહર મેદાનની જમીન વર્ષોથી બિનઉપયોગ પડી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે સંકલનની શરૂઆત થવાથી અહીં બહુહેતુલક્ષી સ્ટેડિયમ બનાવવાની યોજના સાકાર થઇ શકે છે તેવી આશા બંધાઇ છે. હાલ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપ સરકાર છે અને રાજ્ય સરકાર દ્વારા ભાવનગરમાં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ બને તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત વડાપ્રધાન પણ ગુજરાતના હોવાથી વર્ષોથી વિવાદમા પડેલી જમીનનો સારા કામમાં નિવેડો આવે તેવી વકી છે.

જવાહર મેદાનને પાંચ બાજુથી રસ્તા મળી શકે તેમ છે, વિશાળ પાર્કિંગ, મધ્યે ફ્લડ લાઇટ સહિતનું ક્રિકેટ સ્ટેડિયમ, દક્ષિણ તરફ ફૂટબોલ, હોકીના મેદાન, ક્રિકેટ સ્ટેડિયમના નીચેના ભાગમાં ટેબલ ટેનિસ, બેડમિંટન, સ્કવોશની રમત માટે ઇનડોર સ્ટેડિયમ બની શકે તેમ છે. વિવિધ રમતોને સમાવી શકાય તેવા સ્ટેડિયમો અને તમામ બાબત ખેલાડીઓ અને ખેલપ્રેમી જનતાને શહેરની મધ્યે મળી શકે તેમ છે. ક્રિકેટ ઉપરાંત બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, બેડમિંટન માટેના ઇનડોર સ્ટેડિયમ, હોકી, ફૂટબોલ, વોલીબોલ માટેના મેદાનો બેઠક વ્યવસ્થા સાથેના બનાવી શકાશે.કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય હસ્તકની 2.53 લાખ ચોરસ મીટરની વિશાળ જમીન બીનઉપયોગી છે અને કેન્દ્ર તથા રાજ્ય, ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ સત્તા સ્થાને છે તેથી જમીન હસ્તાંતરીત કરાવની પ્રક્રિયા સરળ બની શકે તેમ છે.

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્ટેડિયમ બનાવવા માટે રાજ્ય સરકાર ગંભીર છે અને જવાહર મેદાનની જમીન અંગે ફાળવવા માટેની પ્રાથમિક પ્રક્રિયા પણ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. ડેવલોપમેન્ટના કામો પૈકી આગામી દિવસોમાં ભાવનગરને પ્રાધાન્ય આપવામાં આવે તો સ્ટેડિયમનું સપનુ સાકાર થઇ જાશે.

મેદાનમાં િક્રકેટનો મેળાવડો / અજયઠક્કર

SCAની પણ યોજના છે

સૌરાષ્ટ્રક્રિકેટએસોસિએશન જિલ્લા સ્તરે સ્ટેડિયમો બનાવવા માટે આતુર છે, હાલ એસો. દ્વારા રાજકોટના ખંઢેરી ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનું અદ્યતન સુવિધાસભર સ્ટેડિયમ બનાવવામાં આવ્યુ છે. બીસીસીઆઇ દ્વારા પણ તમામ એફિલેટેડ એસોસિએશનોને જિલ્લા સ્તરે સુવિધા ધરાવતા ક્રિકેટ મેદાનો ડેવલોપ કરવા માટે ગ્રાન્ટ આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ભાવનગર યુનિવર્સિટીનું મેદાન લાંબી લીઝથી લેવામાં આવે તો અહીં ઓછી મહેનતથી શહેર મધ્યે સારૂ ક્રિકેટ મેદાન મળી શકે તેમ છે.

ખેલાડીઓના વિકાસ માટે સ્ટેડિયમ જરૂરી છે

^જવાહરમેદાનની જમીન લાંબા સમયથી પડતર છે, ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, બરોડા પાસે આંતરરાષ્ટ્રીય કક્ષાના તથા સુરત, વલસાડમાં પ્રથમ શ્રેણી ક્રિકેટને લગતા સુવિધા સભર મેદાનો છે. ભાવનગરમાં જવાહર મેદાનની મોટી જમીન છે, સરકાર દ્વારા તેનો નિવેડો લાવી અને ક્રિકેટ સહિતની રમતોના સ્ટેડિયમ બનાવવા જોઇએ. તમામ રમતના ખેલાડીઓના વિકાસમાં સ્ટેડિયમો મહત્વનો ભાગ ભજવે છે. > વિરભદ્રસિંહગોહિલ, પૂર્વજૂનિયર ઇન્ટરનેશનલ ક્રિકેટર

સંરક્ષણ મંત્રાલયમાં રજૂઆત કરાશે

^જવાહરમેદાનની જગ્યાએ સ્ટેડિયમ બનાવી શકાય તેના માટેની જમીન અંગે હું સંરક્ષણ મંત્રાલયમાં રજૂઆત કરીશ. ભાવનગર જિલ્લાના ખેલાડીઓને ખેલકૂદક્ષેત્રે સગવડતાઓ પ્રાપ્ત થાય તેના માટેના રાજ્ય અને કેન્દ્રના હંમેશા પ્રયાસો રહે છે. > ડો.ભારતીબેનશિયાળ, સાંસદ,ભાવનગર

સદ્દઉપયોગ | કેન્દ્ર અને રાજ્યમાં એક પક્ષની ભાજપની સરકાર છે ત્યારે

2.53 લાખ ચો.મીટર જમીન પર અનેક રમતોના સ્ટેડિયમ બનશે